વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંડવી તાલુકાના ઉમરસાડી ગામના ગ્રામવાસીઓ:
સુરતઃ ગુરુવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના ઉમરસાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત ઉપ્રમુખશ્રી રોહિતભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે, તમામ યોજના વિશે ગ્રામજનો ને માહિતી પૂરી પાડી હતી. તેમજ વિવિધ શાખાના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ.વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના , આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગજેન્દ્રભાઈ પટેલ, સરપંચ વર્ષાબેન ચૌધરી, ભારત સરકાર મત્સ્ય ઉદ્યોગના ડૉ.દેવાનંદ ઉકેય, ફિશરિઝ સાયન્ટિસ સ્વપ્નિલ સિકરે, મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ચિત્રાબેન, પંક્તિબેન નારિગર, પિયુષભાઈ ખેરાળા, જિલ્લા આયોજન કચેરી રિસર્ચ ઓફિસર દિપીકાબેન પંચાલ, ખેતીવાડી અધિકારી નીતિનભાઈ ગામીત, મેડિકલ ઓફિસર અમીબેન પટેલ, મુખ્યસેવિકા જાગૃતિબેન તલાટી, તલાટી કમ મંત્રીશ્રી પ્રદીપભાઇ, શાળાના શિક્ષકો, આધાર ઓપરેટર, ગામસેવક શ્રીઓ, અન્ય ગામના સરપંચશ્રીઓ,આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો,આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.