સ્પોર્ટ્સ

અર્ચના વિદ્યા નિકેતનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ બન્યા યોગમય…

અર્ચના વિદ્યા નિકેતનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

 

વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ બન્યા યોગમય…

 

ભારે હર્ષો્લ્લાસપૂર્વક નિકેતન શાળાએ 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

 

કમલ પાર્ક વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ ભગાવે રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થિઓ, શિક્ષકો એ ભાગ લીધો હતો. નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આવેલ પ્રમોદ સર, શ્રદ્ધાવેગું, જૈવિક રૈયાણી, મંથન માવાણી, અભિષેક વેગું, નેશનલ યુવા વોલેન્ટર પ્રોટોકોલ પ્રમાણે યોગ સાધના કરાવી જીવનમાં યોગનું મહત્વ તેમજ યોગના ફાયદાઓ અંગે તમામને જાગૃત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું યોગની કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી ડૉ. ધીરજલાલ પરડવા, નિયામક શ્રી ડૉ. ચંદુભાઈ ભાલીયા, આચાર્યશ્રી ડૉ. રજીતા તુમ્મા તેમજ સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button