સ્પોર્ટ્સ
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા આયોજીત મહિલા બોક્સ ક્રિકેટમાં “પાવર પંચર્સ” વિજેતા

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા આયોજીત મહિલા બોક્સ ક્રિકેટમાં “પાવર પંચર્સ” વિજેતા
સી.બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા મહિલાઓ માટે મહિલા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા શાખાના પ્રમુખ શાલિની કાનોડિયાએ જણાવ્યું હતું કે લીગમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. લીગમાં પાવર પંચર્સ વિજેતા બન્યા અને ફિયરલેસ ફાઈટર રનર અપ બન્યા. વિજેતાઓને ઈનામ અપાયા હતા. લીગમાં દર્શકો માટે લકી ડ્રો, પ્રશ્ન-જવાબ, સરપ્રાઈઝ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિતા કેડિયા, સંજુ ખેમાણી, સોનિયા ગોયલ, સરોજ અગ્રવાલ, આરતી મિત્તલ, સીમા કોકરા સહિત મહિલા શાખાના અનેક સભ્યો હાજર રહ્યા હતા.