ગુજરાત

વઘઇ-સાપુતારા રોડ ઉપર અવરોધાયેલ માર્ગ પર ત્વરિત વૃક્ષ હટાવી યાતાયાત માટે પુન: માર્ગ શરૂ કરવામા આવ્યો 

વઘઇ-સાપુતારા રોડ ઉપર અવરોધાયેલ માર્ગ પર ત્વરિત વૃક્ષ હટાવી યાતાયાત માટે પુન: માર્ગ શરૂ કરવામા આવ્યો 

ઓવર ટોપિંગ કોઝ વે તેમજ પ્રવાસી સ્થળોએ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા 

જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઇ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં 

ડાંગ જિલ્લામા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ, જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમ એલર્ટ મોડમા રહીને ડિઝાસ્ટર અંગેની કામગીરી કરવામા આવી રહી છે.

ડાંગ જિલ્લામા ઓવર ટોપિંગ કોઝ વે તેમજ પ્રવાસી સ્થળોએ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામા આવ્યા છે. સાથે જ માર્ગ અને મકાન વિભાગ પંચાયત વિભાગ દ્વારા ઓવર ટોપિંગ કોઝ વે ઉપર સુચકદર્શક બોર્ડ પણ લગાવવામા આવ્યા છે. આ સાથે જ જિલ્લાના અવરોધાયેલા માર્ગે ઉપર અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે.

ડાંગના વઘઇ –સાપુતારા રોડ ઉપર આજે સવારે વૃક્ષ ધરાશાહી થવાની ઘટના બની હતી. જે ધ્યાને લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ત્વરિત વૃક્ષ હટાવી આ રોડ વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી.

જિલ્લાની પરિસ્થિતિ ધ્યાને લેતા સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમા છે. તેમજ જિલ્લામા કોઇ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો, ડાંગ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર : ૦૨૬૩૧ ૨૨૦૩૪૭ તેમજ વૈકલ્પિક નંબર ૬૩૫૫૮૨૦૨૫૨ અને ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button