સુરત રેલવે સ્ટેશન પર ભર ઉનાળે વોટર વેન્ડિંગ મશીન બંધ કરાતા લોકોને હાલાકી

સુરત રેલવે સ્ટેશન પર ભર ઉનાળે વોટર વેન્ડિંગ મશીન બંધ કરાતા લોકોને હાલાકી
સુરત રેલવે સ્ટેશન પર ભર ઉનાળે પીવાના પાણીની તકલીફ ઉભી થઈ રહ્યાની વિગતો જાણવા મળી છે. કારણ કે સુરત રેલવે સ્ટેશન પર મુકવામાં આવેલા છ વોટર વેન્ડીંગ મશીન હાલમાં બંધ હાલતમાં છે. તેના માટે સ્થાનિક તંત્ર જ જવાબદાર હોવાની વિગતો બહાર આવી છે. ઉનાળામાં લોકોને પીવાના પાણીની જરુરીયાત વધુ રહેતી હોય તેવા સમયે જ વોટર વેન્ડીંગ મશીન બંધ કરી દેવામાં આવતા રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવાના પાણીની તકલીફ નહીં પડે તેને ધ્યાને રાખીને ૬ વોટર વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા હતા. પરંતુ આ મશીન પર કામ કરતા કારીગરો પાસે મેડીકલ સર્ટિફીકેટ નહીં હોવાનુ મુંબઈ ડિવીઝનના અધિકારીઓની તપાસમાં બહાર આવતા તાત્કાલિક અસરથી તમામ વોટર વેન્ડીંગ મશીન બંધ કરાવી દીધા હતા. જોકે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નિર્ણય કરતા પહેલા અન્ય વ્યવસ્થા તાકીદે કરવાની તાતી જરુરીયાત હતી. તેમ છતાં આવી
સ્થાનિક તંત્ર બેપરવાહને લીધે મુસાફરોએ તકલીફ વેઠવી પડી રહી હોવાની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. તે માટેનુ કારણ એવુ પણ છે કે જ્યારે વોટર વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા ત્યારે તેમાં કઇ પાળીમાં કયો સ્ટાફ ફરજ બજાવશે તેની વિગતો સ્થાનિક તંત્રને આપવામાં આવતી હોય છે. તેઓ પાસે રેલવેના નિયમ પ્રમાણે રાખવામાં આવ્યા છે કે નહીં તે જોવાની જવાબદારી સ્થાનિક તંત્રની હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે બેદરકાર હોવાનુ નુકસાન રેલવેના મુસાફરોએ વેઠવુ પડયુ છે. કારણ કે સસ્તાભાવે વોટર વેન્ડીંગમાંથી મળતુ પાણી હવે વધુ નાણા ખર્ચીને લેવાની સ્થિતી સર્જાઇ છે.
કોઈ પણ દરકાર લીધા વિના આદેશ આપી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જોકે આ માટે સ્થાનિક અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની તાતી જરુરીયાત હતી. કારણ કે ઉનાળામાં મુસાફરોને પાણી માટે વલખાં મારવા પડે તેમાં અધિકારીઓ જ કારણભૂત હોવા છતાં તેને બચાવી લેવાયાનો ગણગણાટ પેદા થયો છે.