નરેન્દ્ર મોદીને પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું : શાહ

નરેન્દ્ર મોદીને પ્રચંડ બહુમતી સાથે PM બનાવીશું : શાહ
પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયાનો અમિત શાહે કર્યો દાવો
અમિત શાહે પોરબંદર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં જનસભા સંબોધી
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ગુજરાતની તમામ લોકસભા સીટ માટે ૭ મેના રોજ મતદાન યોજાશે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોરબંદર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં જનસભા સંબોધી હતી. અમિત શાહનું પાઘડી પહેરાવીના સ્વાગત
કરવામાં આવ્યું હતું. તેમણે ભારત માતા કી જયના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી. અબકી બાર ૪૦૦ કે પારનો નારો બુલંદ કર્યો હતો. અમિત શાહે વિજયનો સંકલ્પ લેવડાવીને ભારત માતા કી જય અને જય શ્રીરામના નારાથી પ્રવચનની શરૂઆત કરી હતી.
વર્તમાન સાંસદ રમેશ ધડુકને સાચા જનસેવક ગણાવી તેમણે વિઠ્ઠલ રાદડીયાને યાદ કરી કહ્યું, વિઠ્ઠલભાઈ રાદડીયાને મારી દિલથી શ્રદ્ધાંજલિ. વિઠ્ઠલભાઈએ સહકારી ક્ષેત્રના મુળીયા ઉંડા કર્યા. વિઠ્ઠલભાઈ ખેડૂતોના હામી રહ્યા,
વિઠ્ઠલભાઈએ સહકારી આંદોલનને નવચેતના આપી હતી. અમિત શાહે મોટો દાવો કરતા કહ્યું, પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયા છે. પ્રથમ બે તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ અને મતદાનમાં ભાજપને આવકાર મળ્યો છે. નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રચંડ બહુમતી સાથે ૨ બનાવીશું. મોદીએ ભારત અને ગુજરાતનું નામ ઉજળુ કર્યું. નરેન્દ્રભાઈના કાર્યોને એકહજાર કરતા વધુ વર્ષો સુધી યાદ રખાશે. એ નક્સલવાદ અને આતંકવાદ સમાપ્ત કર્યો હતો.