ગુજરાત
શિનોર મુકામે પોલીસ સ્ટેશને પીએસઆઇ આર આર મિશ્રા દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું
શનિવારના રોજ દશેરા એટલે અસ્ત્ર, શસ્ત્ર ,આયુધ પૂજા, નો પવિત્ર તહેવાર હોય શિનોર મુકામે પોલીસ સ્ટેશને પીએસઆઇ આર આર મિશ્રા દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું.
વિજયાદશમી એટલે આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય ,અન્યાય પર ન્યાયનો વિજય, શ્રી રામે રાવણ પર અને મા દુર્ગાય મહિષાસુર પર વિજય મેળવ્યો હતો એ દિવસ મહાપર્વ બન્યો અને તેથી આ દિવસે શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે, તેને અનુલક્ષીને શિનોર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. આર.આર.મિશ્રા દ્વારા ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે પૂજા અર્ચના કરીને શસ્ત્રોનું પૂજન કર્યું હતું.