આરોગ્ય

વર્કિંગ વુમનમાં હોર્મોનલ સ્વાસ્થ્ય, તણાવ અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો અંગે જાગૃતિ માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા મહિલા દિવસ નિમિત્તે વિશેષ વર્કશોપનું આયોજન

રાજકોટ | 9 માર્ચ, 2026: ગુજરાતભરમાં મહિલાઓમાં લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો ઝડપથી વધતા જતા હોવાના પરિપેક્ષ્યમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આધુનિક વર્કિંગ વુમનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કેન્દ્રિત બે વિશેષ આરોગ્ય વર્કશોપનું આયોજન કર્યું.

તાજેતરના આરોગ્ય આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓમાં લાઇફસ્ટાઇલ સંબંધિત રોગોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. અભ્યાસ મુજબ રાજ્યની અંદાજે ૧૨.૪% મહિલાઓ ડાયાબિટીસથી પીડિત છે, જ્યારે પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) જેવા હોર્મોનલ રોગો ભારતમાં પ્રજનનક્ષમ વયની લગભગ ૧૦ થી ૧૨% મહિલાઓને અસર કરે છે, જેમાં શહેરોની જીવનશૈલી જોખમ વધારતી હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત એનિમિયા (લોહીની ઉણપ) પણ ગંભીર સમસ્યા તરીકે સામે આવી રહી છે, કારણ કે ગુજરાતમાં ૧૫ થી ૪૯ વર્ષની લગભગ ૬૫% મહિલાઓ તેનાથી પ્રભાવિત છે, જે પોષણ, હોર્મોનલ સંતુલન અને પ્રિવેન્ટિવ હેલ્થકેર અંગે વધુ જાગૃતિની તાતી જરૂરિયાત દર્શાવે છે.

આ વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને વોકહાર્ટ હોસ્પિટલ્સે વર્કિંગ વુમનની બદલાતી આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફિઝિશિયન, સાયકિયાટ્રિસ્ટ અને ડાયટિશિયનને સાથે રાખી બે ઇન્ટરએક્ટિવ વર્કશોપનું આયોજન કર્યું.

પ્રથમ વર્કશોપ “બેલેન્સીંગ હોર્મોન્સ, માઈન્ડ એન્ડ મેટાબોલિઝમ – ઘી મોર્ડર્ન વર્કિંગ વિમેન્સ સર્વાઇવલ ગાઈડ” વિષય પર આધારિત હતો, જેમાં વર્કિંગ વુમનમાં સામાન્ય હોવા છતાં ઘણીવાર અવગણાતા આરોગ્ય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ફિઝિશિયન્સે થાઇરોઇડ ડિસઓર્ડર, PCOS, એનિમિયા, થાક અને લાઇફસ્ટાઇલ સંબંધિત મેટાબોલિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું. સાઈકિયાટ્રિસ્ટે વ્યાવસાયિક અને વ્યક્તિગત જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાના કારણે સર્જાતા મૂડ સ્વિંગ્સ, ચિંતા અને બર્નઆઉટ જેવા માનસિક પ્રભાવ અંગે ચર્ચા કરી. ડાયટિશિયનોએ હોર્મોનલ સંતુલન માટે અનુકૂળ આહાર અને દૈનિક ઊર્જા સંતુલન જાળવવા માટેના પોષણ આધારિત ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું.

બીજો વર્કશોપ “સ્ટ્રેસ, સ્લીપ એન્ડ સુગર – ઘી હિડન હેલ્થ ટ્રાઈએંગલ ઈન વર્કિંગ વુમન” વિષય પર યોજાયો, જેમાં તણાવ, ઊંઘમાં વિક્ષેપ અને મેટાબોલિક રોગો વચ્ચેના મજબૂત સંબંધ પર પ્રકાશ પાડવામાં આવ્યો. તબીબી નિષ્ણાતોએ સમજાવ્યું કે ડાયાબિટીસ, થાઈરોઇડ ડિસફંક્શન, PCOS અને વિટામિનની ઉણપ જેવી સમસ્યાઓ આધુનિક કામકાજની જીવનશૈલી સાથે વધતી રીતે જોડાયેલી છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોએ અનિયમિત ઊંઘનું ચક્ર, ચિંતા અને ડિજિટલ ઓવરલોડના પ્રભાવ અંગે ચર્ચા કરી, જ્યારે ડાયટિશિયનોએ બ્લડ શુગર સંતુલિત રાખતા આહાર, કેફીનનું યોગ્ય નિયંત્રણ અને લાંબા ગાળાના આરોગ્ય માટે યોગ્ય આહાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે વોકહાર્ટ હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઝહાબિયા ખોરાકીવાલાએ જણાવ્યું હતું કે, “આજની મહિલાઓ એક સાથે અનેક ભૂમિકાઓ અને જવાબદારીઓ નિભાવી રહી છે, જેમાં ઘણીવાર તેઓ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી નથી. વોકહાર્ટ હોસ્પિટલ્સમાં અમે માનીએ છીએ કે મહિલાઓને હોર્મોનલ સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને સંતુલિત જીવનશૈલી વિશે યોગ્ય માહિતી આપવી અત્યંત જરૂરી છે. આવા પ્રયાસો દ્વારા અમે મહિલાઓને પ્રારંભિક ચેતવણીના સંકેતો ઓળખવા અને પ્રિવેન્ટિવ હેલ્થકેર તરફ સક્રિય પગલાં ભરવા પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.”

આ સાથે વોકહાર્ટ હોસ્પિટલ્સના ગ્રુપ HR હેડ અમિયા સાહુએ જણાવ્યું હતું કે, “મહિલાઓ કાર્યક્ષેત્રનો અગત્યનો ભાગ છે અને તેમની સુખાકારી પરિવાર, કાર્યસ્થળ અને સમાજ પર સીધી અસર કરે છે. આજના ઝડપી સમયમાં તણાવ સંચાલન, ઊંઘનું સ્વાસ્થ્ય અને મેટાબોલિક રોગો અંગે જાગૃતિ લાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. આવા કાર્યક્રમો દ્વારા અમે મહિલાઓને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવા ઈચ્છીએ છીએ.”

આ વર્કશોપ દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ્સે પ્રિવેન્ટિવ હેલ્થકેર અને મહિલા સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી અને મહિલાઓને પોતાના આરોગ્ય અંગે વધુ સજાગ બની લાંબા ગાળાના શારીરિક અને માનસિક સુખાકારી માટે સક્રિય પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button