રાપરમાં 70મો મેગા નેત્ર યજ્ઞ: સદગુરુ રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે આયોજિત

Rajkot News: રાપર શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર (Darya Sthan Temple) તથા શ્રી લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે 70મો મેગા નેત્રયજ્ઞ યોજાયો. આ યજ્ઞ શ્રી સદ્દગુરુ રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ દાતા શ્રી જલારામ ગ્રુપ – રાપરના પુનિત સેવાના સથવારે આયોજિત થયો હતો.
આ મહાન યજ્ઞમાં દાતા જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે રમેશભાઈ આહીર વિધાબેન મઠ મોંઘીબેન પટેલ નિરંજના બેન ગવાન્ડે રમેશભાઈ આહીર તથા દરીયાસ્થાન મંદિરના ટ્રસ્ટી રશિકલાલ આદુઆણી અને દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાજદે તેમજ યુવક મંડળના પ્રમુખ ચાંદભાઈ ભીડે એ દિપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુક્યો.
કુલ 150 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો, જેમાંથી 57 લાભાર્થીઓને મોતિયા તથા વેલંના ઓપરેશન માટે લક્ઝરી બસ દ્વારા રાજકોટ લઇ જવામાં આવ્યા.
આ કેમ્પમાં વેલજીભાઇ લુહાર અરવિંદ દરજી ધનસુખભાઈ લુહાર દિનેશ રાજપૂત ગોવિંદભાઈ ઠક્કર અંબાવી પટેલ સુનિલ રાજદે વગેરેએ સેવા આપી હતી. રાજકોટથી ડો. અલકેશ ભાઇ ખેરડીયા અને પ્રવિણભાઈ ઝાપડીયા એ વિશેષ સેવા આપી હતી.