એકતા આર કપૂર અને અમર બૂટાલાની નવી હોરર ફિલ્મ ‘હીરો કી હૉરોરોઇન’નો ફર્સ્ટ લુક જાહેર, 2027માં થશે રિલીઝ
ફિલ્મના મેકર્સે ફર્સ્ટ લુક પોસ્ટર સાથે ફિલ્મની ડરામણી દુનિયાની પહેલી ઝલક રજૂ કરી, 2027માં સિનેમાઘરોમાં થશે રિલીઝ

શુક્રવાર 13મી તારીખ હવે ડરનું એક નવું કારણ લઈને આવી છે. આ દિવસને અંધશ્રદ્ધા અને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. આ ખાસ અવસર પર એકતા આર કપૂર અને અમર બૂટાલાએ તેમની આગામી ફિલ્મ ‘હીરો કી હૉરોરોઇન’ના ટાઇટલની જાહેરાત કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સાજિદ ખાન કરી રહ્યા છે.
જય હો મીડિયા વેન્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ પ્રસ્તુત કરી રહી છે. ફિલ્મના નિર્માતા શોભા કપૂર, એકતા આર કપૂર અને અમર બૂટાલા છે. આ ફિલ્મ 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં એક અત્યંત ડરામણો ચહેરો જોવા મળી રહ્યો છે. લાંબા વાળ, લોહી જેવા લાલ રંગની સાડી, ભયાનક અને વિકૃત ચહેરો, સફેદ આંખો, અણીદાર દાંત અને પંજા જેવા હાથ સાથે એક ખૌફનાક મહિલાનું રૂપ જોવા મળે છે. ધુમાડા અને અંધકારથી ભરેલા બેકગ્રાઉન્ડમાં તેનું આ રૂપ ફિલ્મની ડરામણી દુનિયાની ઝલક આપે છે. ફિલ્મનું ટાઇટલ ભલે હીરોઇન વિશે વાત કરતું હોય, પરંતુ તેનો ફર્સ્ટ લુક જોઈને સ્પષ્ટ થાય છે કે આ હૉરોરોઇનનો સામનો કરવો દરેકના ગજાની વાત નથી.
‘હીરો કી હૉરોરોઇન’નું ટાઇટલ એવા સમયે સામે આવ્યું છે, જ્યારે એકતા આર કપૂર માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. તેમની ફિલ્મ ‘ભૂત બંગલા’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે ‘ધ વ્વાન’ને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ટેલિવિઝન પર ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી 2’ અને ‘નાગિન 7’ દ્વારા બાલાજીએ પોતાના ફિક્શન કન્ટેન્ટને આગળ વધાર્યું છે. આ ઉપરાંત, કંપનીએ યુટ્યુબ સાથે મળીને એક્સક્લુઝિવ પ્રીમિયમ શોઝ દ્વારા ડિજિટલ દુનિયામાં પણ પોતાના પગલાં આગળ વધાર્યાં છે. એકતા આર કપૂર ફરી એકવાર હોરર જૉનરમાં વાપસી કરી રહ્યાં છે. આ પહેલાં પણ તેઓ આ જૉનરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યાં છે. આ વખતે પણ તેઓ સુપરનેચરલ ડર અને મનોરંજનનું એવું મિશ્રણ લઈને આવી રહ્યાં છે, જે દર્શકોને એક અલગ અનુભવ આપવાનું વચન આપે છે.
બીજી તરફ, અમર બૂટાલા પણ આ ફિલ્મ માટે એકતા આર કપૂર સાથે હાથ મિલાવી રહ્યા છે. તેઓ આ પહેલાં ‘બજરંગી ભાઈજાન’ અને ‘કેસરી’ જેવી બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો ઉપરાંત, સમીક્ષકોની પ્રશંસા મેળવનારી ફિલ્મ ‘મિશન મજનૂ’નું પણ નિર્માણ કરી ચૂક્યા છે. સાજિદ ખાનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ તેમના કમર્શિયલ સિનેમાના અનુભવને હોરર જૉનર સાથે જોડે છે. આવી સ્થિતિમાં ફિલ્મમાં ડર, રોમાંચ અને મનોરંજનનો એક રસપ્રદ સમન્વય જોવા મળી શકે છે.
શુક્રવાર 13મીના ખાસ અવસરે ટાઇટલની જાહેરાત કરીને ‘હીરો કી હૉરોરોઇન’એ દર્શકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ નવી હૉરોરોઇન મોટા પડદા પર કેવી રીતે પોતાનો ખૌફ ફેલાવે છે.
‘હીરો કી હૉરોરોઇન’ જય હો મીડિયા વેન્ચર્સની રજૂઆત છે, જેને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ પ્રસ્તુત કરી રહી છે. ફિલ્મના નિર્માતા શોભા કપૂર, એકતા આર કપૂર અને અમર બૂટાલા છે. સાજિદ ખાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.



