નૂતન વર્ષ નિમિત્તે સરથાણા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ દર્શન

નૂતન વર્ષ નિમિત્તે સરથાણા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ દર્શન
અન્નકૂટના અદ્ભુત સમારોહે સરથાણા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છલક્યો ભક્તિનો ઉમંગ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી દીપોત્સવી અને નૂતન વર્ષની આનંદભેર ઉજવણી કરવામાં આવી.
સંવત ૨૦૮૨, કારતક સુદ એકમ – નૂતન વર્ષના મંગળ પ્રભાતે સૌ સંતો-હરિભક્તોએ મંગળા આરતીનાં દર્શનના લહાવા લીધા. પૂજનીય સંતોએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના બળભર્યા આશીર્વાદ સાંપડ્યા. સંતો-ભક્તોનું સ્નેહમિલન થયું. નૂતન વર્ષે ભક્તિભાવથી તૈયાર કરવામાં આવેલ અન્નકૂટ શ્રી ઘનશ્યામપ્રભુને પ્રેમથી ધરાવવામાં આવ્યો. કીર્તનભક્તિ – ઉત્સવનો સૌએ લહાવો લીધો હતો તેમજ અન્નકૂટદર્શન અને આરતીના પણ ભાવિક ભક્તોએ લાભ લીધા. આ પાવન અવસરે પધારેલા સૌ ભક્તોને અન્નકૂટના મહાપ્રસાદનો મળ્યો હતો. દીપાવલીના પાવન અવસરે સુંદર અને કલાત્મક રંગોળી તેમજ રોશનીથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. અન્નકૂટની તૈયારી તેમજ અન્ય તમામ સેવાઓમાં શ્રી સ્વામિનારાયણ મંદિર – સુરતના મહંત સંત શિરોમણી શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી મુનીશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી સત્યાનંદદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી હરિકૃષ્ણવલ્લભદાસજી સ્વામી તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા.



