Uncategorized

લોકસભા ચંટણીના બીજા તબક્કા પહેલા 28 એપ્રિલ સર્ધી ગંભીર હીટવેવ ઉપરરેડએલર્ટ

લોકસભા ચંટણીના બીજા તબક્કા પહેલા 28 એપ્રિલ સર્ધી ગંભીર હીટવેવ ઉપરરેડએલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં પાંચ દિવસ સુધી ગંભીર હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં 26 એપ્રિલ સુધી તીવ્ર હીટવેવ પર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશા, બિહાર, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, આંતરિક કર્ણાટક અને રાયલસીમા માટે 28 એપ્રિલ સુધી હીટવેવ પર ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં આકરા તાપમાન વચ્ચે આવતા દિવસોમાં તથા ખાસ કરીને મે મહિનાનાં બે અઠવાડીયામાં ગરમી પરાકાષ્ઠાએ પહોંચવા સાથે હીટવેવની

હાલત સર્જાવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. આ સમય ગાળામાં લોકસભાનાં 4થા અને 5 માં તબકકાનું મતદાન થવાનું છે અને તેમાં અસર થઈ શકવાની આશંકા છે.

પૂર્વ અને દક્ષિણ ભારતના ભાગોમાં હીટવેવથી કોઈ રાહત દેખાતી નથી. હવામાન વિભાગે મહારાષ્ટ્રના થાણે અને રાયગઢ જિલ્લાઓ અને મુંબઈના કેટલાક ભાગો માટે 27-29 એપ્રિલ

દરમિયાન હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. થાણે, રાયગઢ અને મુંબઇના કેટલાક ભાગોમાં એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે તાપમાનમાં વધારો થશે.

હવામાન વિભાગે આ મહિનામાં મુંબઇ અને પડોશી પ્રદેશો માટે બીજી હીટવેવ ચેતવણી જારી કરી છે. 15 અને 16 એપ્રિલના રોજ, મુંબઈ અને તેના પડોશી વિસ્તારોમાં ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ મુંબઈના કેટલાક ભાગોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હીટવેવ મોટાભાગના પૂર્વ ભારતમાં ચાલુ રહેવાની અને દક્ષિણ ભારતમાં પણ ફેલાય તેવી સંભાવના છે.

મુંબઈ માટે હીટવેવનુંહવામાનવિભાગનું એલર્ટઃ આકરા તાપવખતે જ4થા અને 5 માં તબકકાના મતદાન: ગુજરાતના ત્રીજા તબકકા વખતે પણ ‘સુર્યકોપ’ની આશંકા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button