એસીસીએ વેપાર આધારિત વેચાણમાં સુધારો, ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને વન સિમેન્ટ પ્લેટફોર્મની દિશામાં પ્રગતિ સાથે વિકાસની ગતિ વધારી

એસીસીએ વેપાર આધારિત વેચાણમાં સુધારો, ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને વન સિમેન્ટ પ્લેટફોર્મની દિશામાં પ્રગતિ સાથે વિકાસની ગતિ વધારી
અમદાવાદ : ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી વિશ્વસનીય બિલ્ડિંગ મટિરિયલ્સ તથા સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીઓમાંની એક એસીસી લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનાં નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા.
એસીસી લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ છ મહિનામાં અમે સ્થિર કામગીરી નોંધાવી છે. વેચાણના મિશ્રણમાં સુધારો અને પ્રીમિયમ પ્રોડક્ટ્સના વેચાણમાં વધારો આ પરિણામને ટેકો આપનારા મુખ્ય પરિબળો રહ્યા છે. એમએસએની અસરને કારણે જાહેર કરાયેલા આંકડાની સીધી સરખામણી કરવી યોગ્ય નથી, તેમ છતાં અમારા ટ્રેડ પાર્ટનર્સના સહયોગથી મુખ્ય વ્યવસાયમાં વૃદ્ધિની ગતિ પ્રોત્સાહક રહી છે.
અમારી વ્યૂહરચના અનુસાર વૃદ્ધિનો મુખ્ય આધાર વેપાર આધારિત વેચાણ રહ્યો છે. સાથે જ, વેલ્યુ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક સોલ્યુશન્સ પૂરા પાડવા મારફતે અમે ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસને પણ વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ઉદ્યોગમાં માંગને અનુકૂળ વાતાવરણ છે અને ચોમાસા પછી તેમાં વધુ મજબૂતાઇ આવવાની અપેક્ષા છે. હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડી ખર્ચમાં વધારો આ માંગને ટેકો આપશે. બીજી તરફ, ભાવમાં સુધારાની ગતિ વધવાથી ઇંધણ અને ઊર્જાના ઊંચા ખર્ચની અસરને મર્યાદિત કરવામાં મદદ મળશે.
આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે સલાઈ બાંવા અને કલંબોલીમાં કુલ 34 લાખ ટન વાર્ષિક ક્ષમતાના સિમેન્ટ ઉત્પાદન એકમો શરૂ કર્યા છે. તેનાથી મુખ્ય બજારોની માંગ પૂરી કરવાની અમારી ક્ષમતા મજબૂત બની છે અને ભવિષ્યની વૃદ્ધિને પણ ટેકો મળશે. અંબુજા સિમેન્ટ્સ સાથેના સૂચિત વિલીનીકરણને શેરધારકોની મંજૂરી મળવી એ વન સિમેન્ટ પ્લેટફોર્મની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.”
ઉદ્યોગની ભાવિ રૂપરેખાઃ
⦁ નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં ભૂરાજકીય અનિશ્ચિતતા, ચોમાસાની અસર, મોસમી ધોરણે ઉત્પાદન એકમો બંધ રહેવા અને ઊર્જાના ઊંચા ખર્ચ જેવા પડકારો જોવા મળ્યા હતા. વૈશ્વિક અનિશ્ચિતતાઓ ઉપરાંત દેશમાં કોલસાની ઉપલબ્ધતા પરના નિયંત્રણોએ પણ અસર કરી હતી. જોકે, મધ્યમ ગાળામાં ઉદ્યોગની માંગનું ચિત્ર હકારાત્મક રહેવાની અપેક્ષા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, શહેરીકરણ, ગ્રામીણ આવાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ આ માંગને ટેકો આપશે. નાણાંકીય વર્ષ 2027ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ ગયા વર્ષની સમાન અવધિના રૂ. 4.3 લાખ કરોડની સરખામણીમાં 18 ટકા વધીને રૂ. 5.1 લાખ કરોડ થયો હતો.
⦁ એસીસી કામગીરીની કાર્યક્ષમતા વધારવા, પ્રીમિયમ પ્રોડક્ટ્સનો હિસ્સો વધારવા, લોજિસ્ટિક્સને વધુ કાર્યક્ષમ બનાવવા અને મૂડીનો શિસ્તબદ્ધ ઉપયોગ કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બિઝનેસ મિક્સમાં સુધારો, રેડી-મિક્સ કોન્ક્રિટના નેટવર્કનું વિસ્તરણ, વિશ્વસનીય બ્રાન્ડ, પ્રીમિયમ અને ટકાઉ પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો તથા મજબૂત બેલેન્સ શીટ કંપનીની વૃદ્ધિ માટે મજબૂત પાયો પૂરો પાડે છે. બાકીની મંજૂરીઓ મળવાની શરતે અંબુજા સિમેન્ટ્સ સાથેના સૂચિત વિલીનીકરણથી બંને કંપનીઓના સંયુક્ત ઉત્પાદન એકમો, લોજિસ્ટિક્સ અને બજાર નેટવર્ક વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપિત થવાની અપેક્ષા છે.



