ગુજરાત

દિનેશ પીઠવડિયા બન્યા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સુરત શહેર પ્રમુખ

દિનેશ પીઠવડિયા બન્યા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સુરત શહેર પ્રમુખ
સુરત : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા દિનેશ પીઠવડિયાની સુરત શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતીભાઈ ભાટિયાએ દિનેશ પીઠવડિયાને નિમણૂક પત્ર અર્પણ કર્યો હતો. નિમણૂક પત્રમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સુનીલ પંવાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની મંજૂરી બાદ દિનેશ પીઠવડિયાને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
દિનેશ પીઠવડિયાની સુરત શહેર પ્રમુખ તરીકે નિમણૂક થતાં અશ્વિનીકુમાર વિસ્તારમાં તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા હરીશભાઈ ગુર્જરના કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તથા હોદ્દેદારોએ દિનેશ પીઠવડિયાનું અભિવાદન કરી તેમનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ નગરસેવક દિનેશભાઈ સાવલિયા, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય સુરેશભાઈ સુહાગિયા, હરીશભાઈ ગુર્જર, દ્વારકાદાસ રુડાણી, ભદ્રેશ વસાણી સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ દિનેશ પીઠવડિયાને ખેસ અને ટોપી પહેરાવી તેમજ સાફો બાંધી સન્માનિત કર્યા હતા. સૌએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button