ધર્મ દર્શન
નવરાત્રીના નવમાં નોરતે લાયન ગ્રુપ અને મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ધારાસભ્ય અક્ષય પટેલે માં અંબાની આરાધના કરી

( હસમુખ પટેલ સાધલી )
નવરાત્રી ના નવમા નોરતે જગતજનની માઁ અંબાની ભક્તિ અને શક્તિના આરાધના પર્વ “નવરાત્રી” ના પાવન અવસરે કરજણ સ્થિત લાયન ગ્રુપ અને મહાદેવ ગૃપ આયોજીત નવલી નવરાત્રી ગરબા મહોત્સવ માં કરજણ શિનોર પોર ના માઈ ભક્ત ધારાસભ્ય અક્ષય પટેલ ઊપસ્થિત રહી જગત જનની માં અંબા ની આરતી તથા દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તેમજ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો, જે પ્રસંગે ભાજપના જીલ્લા તાલુકાના હોદ્દેદારો કાર્યકરો સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આયોજકો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.