એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં મંદીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.523 અને ચાંદીનો વાયદો રૂ.568 ઘટ્યો

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં મંદીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.523 અને ચાંદીનો વાયદો રૂ.568 ઘટ્યો
ક્રૂડ તેલના વાયદામાં રૂ.62નો પ્રત્યાઘાતી ઘટાડોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.360નો કડાકોઃ મેન્થા તેલમાં મામૂલી સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12507 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.96987 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9727 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20112 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.109497.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12507.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.96987.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20112 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.697.68 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9727.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.84899ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.84915 અને નીચામાં રૂ.84423ના મથાળે અથડાઈ, રૂ.85196ના આગલા બંધ સામે રૂ.523 ઘટી રૂ.84673ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.322 ઘટી રૂ.68976ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.8634ના ભાવ થયા હતા. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.395 ઘટી રૂ.84728ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.93229ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93659 અને નીચામાં રૂ.92756ના સ્તરને સ્પર્શી, રૂ.93635ના આગલા બંધ સામે રૂ.568 ઘટી રૂ.93067ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.572 ઘટી રૂ.93775ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.490 ઘટી રૂ.93651ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.1342.96 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો 55 પૈસા વધી રૂ.862.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો 70 પૈસા ઘટી રૂ.267.5ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.4.75 વધી રૂ.260.05ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું માર્ચ વાયદો 20 પૈસા ઘટી રૂ.180.75ના ભાવે બોલાયો હતો. એનર્જી સેગમેન્ટમાં રૂ.1434.64 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6127ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6133 અને નીચામાં રૂ.6069ના મથાળે અથડાઈ, રૂ.6135ના આગલા બંધ સામે રૂ.62 ઘટી રૂ.6073ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.58 ઘટી રૂ.6075ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.5.2 ઘટી રૂ.342.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.5.2 ઘટી રૂ.342.5ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.926ના ભાવે ખૂલી, 50 પૈસા વધી રૂ.924.3ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.360 ઘટી રૂ.53150ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6461.16 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3266.81 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.904.07 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.127.07 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.15.22 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.296.59 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.298.52 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1136.12 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.0.97 કરોડનાં કામ થયાં હતાં.