IIFD દ્વારા આયોજિત અરાસા એક્ઝીબિશનનો ભવ્ય આરંભ
ભાજપ નેતા છોટુ પાટીલ અને વિનોદ અગ્રવાલના હસ્તે ખુલ્લું મુકાયું એક્ઝીબિશનનો
સુરત: ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ દ્વારા શનિવારથી સુરત ખાતે ઈન્ટિરિયર એક્ઝીબિશન અરાસાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છોટુ ભાઈ પાટીલ અને વિનોદ અગ્રવાલના હસ્તે ખુલ્લું મુકાયું હતું.
આ એક્ઝીબિશનમાં IIFD ના પ્રથમ અને દ્વિતીય વર્ષના 75 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા બીચ સાઇડ બ્લિસ, સ્પેસ સ્કેપ, વરલી આર્ટ, વાબી સાબી જેવી અલગ અલગ થીમ પર ઈન્ટીરિયર ડિઝાઇન કરી પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. સાથે ગાબા ફેશન હેઠળ ફેશન ડિઝાઇનિંગના 150 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા આઉટ ફીટ પણ પ્રદર્શન માં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપી તેમના દ્વારા તૈયાર કરાયેલ શો પીસ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. પ્રદર્શની ખાતે મુલાકાતીઓ ઈન્ટિરિયરની ચીજ વસ્તુ અને આઉટ ફીટ નિહાળવા સાથે જ ખરીદી પણ કરી શકશે. એક્ઝીબિશનના જ્યુરી તરીકે જાણીતા આર્કિટેક્ટ સંજય પંજાબી, અમદાવાદથી પધારેલ હિમાની ગૌર અને જાણીતા ઈન્ટીરિયર ડિઝાઇનર મોનિકા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કલ્ચરર પ્રોગ્રામ અને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝીબિશનના ઉદ્દઘાટન પ્રસંગે IIFD ના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને કો ફાઉન્ડર પલ્લવી માહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.