ગુજરાત
લોસલ નાગરિક પરિષદ મહિલા સંગઠન દ્વારા”સુરંગી તીજ” શ્રાવણ સિંધારાનું ભવ્ય આયોજન થયું

લોસલ નાગરિક પરિષદ મહિલા સંગઠન દ્વારા”સુરંગી તીજ” શ્રાવણ સિંધારાનું ભવ્ય આયોજન થયું
સુરત : લોસલ નાગરિક પરિષદ મહિલા સંગઠન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શનિવારે સિટી લાઈટ સ્થિત માહેશ્વરી ભવનમાં “સુરંગી તીજ” શ્રાવણ સિંધારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓ દ્વારા સિંધારા ઉત્સવમાં ડાન્સ, મેગા મ્યુઝિકલ ઇવેન્ટ, હાઉસી સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા સંગઠનની કારોબારીની રચના કરવામાં આવી હતી. લોસલની વરિષ્ઠ દીકરી 100 વર્ષીય નર્મદા દેવી સીતારામ ફાગલવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓ પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત રહી હતી. આયોજનમાં તમામ માટે હાઈ-ટી અને સ્વરુચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.



