એન્ટરટેઇનમેન્ટ

સિદ્ધાર્થને જોઈ અજય આહુજાના મામા થયા ભાવુક, કહ્યું- “લાગ્યું કે મારો અજય પાછો આવી ગયો”

સિદ્ધાર્થને જોઈ અજય આહુજાના મામા થયા ભાવુક, કહ્યું- “લાગ્યું કે મારો અજય પાછો આવી ગયો”
‘ઓપરેશન સફેદ સાગર’ સાથે સિદ્ધાર્થ દેશભક્તિથી ભરપૂર એક દમદાર કહાની લઈને આવ્યો છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ સિરીઝમાં સિદ્ધાર્થે સ્ક્વોડ્રન લીડર અજય આહુજાનું પાત્ર ખૂબ જ ગંભીર અને પ્રભાવશાળી રીતે ભજવ્યું છે. તેમના અભિનયને દિવંગત સ્ક્વોડ્રન લીડર અજય આહુજાના મામા તરફથી મળેલી પ્રશંસાએ તેને વધુ ખાસ બનાવી દીધો છે.
એક શો દરમિયાન અજય આહુજાના મામાએ કહ્યું, “હું એરફોર્સમાંથી નથી, હું એક સામાન્ય નાગરિક છું. હું અજય આહુજાનો મામો છું. સિદ્ધાર્થ, જેવી જ મેં ટીઝર જોયું, એક ઝલકમાં મને લાગ્યું કે અજય ક્યાંથી આવી ગયો! આજે કપિલ શો અને નેટફ્લિક્સે મારા અજયને અમર કરી દીધો.”
સિદ્ધાર્થની મુખ્ય ભૂમિકાવાળી ‘ઓપરેશન સફેદ સાગર’ સ્ક્વોડ્રન લીડર અજય આહુજાની કારગિલ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા અને તે મિશનની કહાની દર્શાવે છે, જેમાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમની બહાદુરી અને બલિદાનને આજે પણ યાદ કરવામાં આવે છે અને તેમને મરણોત્તર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઓની સેનના દિગ્દર્શનમાં બનેલી ‘ઓપરેશન સફેદ સાગર’ને અભિજીત સિંહ પરમાર અને કુશલ શ્રીવાસ્તવે ક્રિએટ કરી છે. તેનું નિર્માણ મેચબોક્સ શોટ્સ એલએલપીના સંજય રાઉત્રે અને સરિતા પાટિલે ફીલ ગુડ ફિલ્મ્સના મહેબૂબ પાલ સિંહ બરાડ સાથે મળીને કર્યું છે. આ સિરીઝ માત્ર નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button