ગુજરાત

ડી.ડી.ઓ. વડોદરા એ પાંચ માસમાં ત્રણ વાર શિનોર તાલુકાના સીમડી ગામ ની મુલાકાત લીધી

ડી.ડી.ઓ. વડોદરા એ પાંચ માસમાં ત્રણ વાર શિનોર તાલુકાના સીમડી ગામ ની મુલાકાત લીધી
દરેક ગામે આંગણવાડીમાં માળખાકીય સુવિધા, પૂરક પોષણ અને કુપોષિત બાળકોના વજન -ઊંચાઈ કરી
વડોદરા જિલ્લા વિકાસ અધિકારી આનંદ અશોક પાટીલ દ્વારા આજરોજ તારીખ 13 ઓક્ટોબર 2026 શિનોર તાલુકાના માલસર મુકામે, મોટા ફોફળિયા મુકામે, અને સીમડી મુકામે મુલાકાત કરીને પ્રાથમિક શાળા, પંચાયત ઓફીસ, અને આંગણવાડી ની મુલાકાત લીધી.
શિનોર તાલુકાના સીમડી મુકામે પાંચ માસમાં સતત ત્રણ વાર જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઇ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો. તેઓ અગાઉ તારીખ 23 જૂન 2026 ના રોજ સીમડી ગામે આવ્યા હતા. ત્યારબાદ 13 ઓગસ્ટ 2026 ના રોજ ફરીથી સીમડી ગામની મુલાકાત લીધી હતી, અને આજરોજ 13 ઓક્ટોબર 2026 ના રોજ ત્રીજી વાર સીમડી ગામની મુલાકાત લીધી હતી. તેઓએ ગાયકવાડી સમયની જૂની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને આંગણવાડી કેન્દ્રમાં મળતી માળખાકીય તમામ સુવિધાઓ , પૂરક પોષણ નિરીક્ષણ અને કુપોષિત બાળકોનું વજન- ઉંચાઈ જાતે કર્યું હતું. અને ત્યારબાદ ગ્રામ પંચાયત ઓફિસમાં સરપંચ કનુભાઈ પટેલ તથા તલાટી કમ મંત્રી ક્રુપાલસિંગે સ્વાગત કર્યું હતું. શિનોર તાલુકામાં આંગણવાડી ની કામગીરી હાલ ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. ચેતનાબેન પટેલની નિગરાની માં થઈ રહી છે, અને શિનોર તાલુકા એ આંગણવાડી ક્ષેત્રે વિવિધ ઇનામો મેળવેલા હોય તેઓએ કામગીરીના વખાણ કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button