ગુજરાત

ધરમપુરના માલનપાડા ગામમાં નવીનગરી આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

વલસાડ : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા તથા બાળકોને સારું વાતાવરણ અને સુવિધાઓ મળી રહે તેવા હેતુથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામે આંગણવાડી કેન્દ્ર “માલનપાડા નવીનગરી”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, નગરપાલિકા ઉપપ્રમુખ ઉમાબેન ભોયા, કારોબારી ચેરમેન મયંકભાઈ ગાયકવાડ, સભ્ય અક્ષયભાઈ ચૌધરી, ભરતભાઈ ભીંસરા, સમિતભાઈ રાંચ, ભક્તિબેન, દિપમાલાબેન તથા અનિતાબેન ચૌધરી તેમજ શહેર સંગઠન પ્રમુખ અમિતભાઈ ચોરેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ આંગણવાડી કેન્દ્રના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી કેન્દ્રની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
આંગણવાડી કેન્દ્ર દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર, આરોગ્ય અને પોષણ સંબંધિત સેવાઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નવા આંગણવાડી કેન્દ્રના લોકાર્પણથી સ્થાનિક વિસ્તારના બાળકો અને લાભાર્થીઓને આંગણવાડીની વિવિધ સેવાઓનો વધુ સુગમ રીતે લાભ મળી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button