નકલી અખબારી યાદીઓ સંબંધિત અદાણી ગૃપનું માધ્યમો જોગ નિવેદન

નકલી અખબારી યાદીઓ સંબંધિત અદાણી ગૃપનું માધ્યમો જોગ નિવેદન
16મી સપ્ટેમ્બર, 2024
દૂષિત હેતુથી સાથેના કેટલાક બદહિતો ધરાવતા તત્વો દ્વારા કેન્યામાં અદાણીની હાજરીને સંબંધકર્તા લોકો અદાણી જૂથ પાયાવિહોણા આક્ષેપો અને ધમકીઓને વખોડી કાઢે છે” તેવા શિર્ષક સહિતની અનેકવિધ કપટપૂર્ણ અખબારી યાદીઓ વહેતી કરી રહ્યાં છે.
અદાણી ગ્રુપ કે તેની કોઈપણ કંપની કે પેટાકંપનીઓએ કેન્યા સંબંધિત કોઈપણ પ્રેસ રીલીઝ બહાર પાડી નથી. તેવી સ્પષ્ટતા પ્રસાર માધ્યમો જોગ નિવેદનમાં અદાણી સમૂહના પ્રવક્તાએ કરી છે.
આ પ્રપંચી કૃત્યની સખત નિંદા કરતા આ નિવેદનમાં આમ નાગરિકોને આ બનાવટી સમાચારોની અવગણના કરવા વિનંતી કરી છે. અને આવા ઉપજાવી કાઢેલા જૂઠા નિવેદનો ફેલાવવામાં સંડોવાયેલા કોઈપણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યુંં છે.
અદાણી ગૃપની સત્તાવાર સમાચાર યાદીઓ તેની વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
આ પ્રવક્તાએ જણાવ્યું છે કે ગૃપ હંમેશા માધ્યમો અને સમાજ ઉપર પ્રભાવશાળી લોકોને અદાણી ગ્રૂપ વિષે કોઈપણ લેખ અથવા સમાચાર પ્રકાશિત અથવા પ્રસારિત કરતા પહેલા તથ્યો અને સ્ત્રોતોને ચકાસવા માટે પ્રોત્સાહિત કરે છે.