ગુજરાત

બે ખંડ, બે દેશ… છતાં સુરત ફેમિલી કોર્ટે કરાવ્યા વીડિયો કોન્ફરન્સિંગથી છૂટાછેડા

  • બે ખંડ, બે દેશ… છતાં સુરત ફેમિલી કોર્ટે કરાવ્યા વીડિયો કોન્ફરન્સિંગથી છૂટાછેડા
  • કેનેડામાં પત્ની અને વેસ્ટ આફ્રિકાના સીએરા લિઓનમાં પતિ; પાવર ઑફ એટર્ની અને વર્ચ્યુઅલ જુબાનીના આધારે કોર્ટે આપી મંજૂરી
  • એડવોકેટ દેવાંગ કંસારા અને એડવોકેટ અશ્વિન જોગડિયાની દલીલને કોર્ટે માન્ય રાખી; ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના આધારે વીડિયો કોન્ફરન્સિંગથી નોંધાઈ બંને પક્ષકારોની જુબાની
    સુરત
    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.
    સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મહીધરપુરા ખાતે રહેતા રાહુલના વર્ષ 2015 માં ઉત્રાણ ખાતે રહેતી સીમા (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે લગ્ન થયા હતા. દરમ્યાન બંને વચ્ચે મતભેદ થતાં તેઓ માર્ચ 2023 થી છૂટા પડી ગયા હતા. જેમાં પતિ સિએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) અને પત્ની કેનેડા કામકાજ અર્થે જતા રહ્યા હતા, અને કાયમ માટે છુટા થવા બંનેએ પાવર ઓફ એટર્ની મારફતે અત્રેની કોર્ટમાં છુટાછેડાનો દાવો દાખલ કર્યો હતો. જેમાં પતિ તરફે એડવોકેટ દેવાંગ કંસારા અને પત્ની તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ રજૂઆત કરી હતી. કોર્ટ કાર્યવાહી દરમ્યાન બંનેને વધુ પુરાવાના સ્ટેજ વખતે રૂબરૂ અથવા એમ્બેસી મારફતે હાજર રહી સોગંદનામુ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પરંતુ પક્ષકારોના એડવોકેટ કંસારા અને એડવોકેટ જોગડિયાએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વિડિયો કોન્ફરસીંગ (વર્ચ્યુઅલ હાજરી) થી આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેના આધારે આ દંપતીએ વિડીયો કોન્ફર્સિંગથી જુબાની આપી હતી અને અંતે કોર્ટે છુટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો.
    વધુમાં એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં એપ્રિલ 2026 માં ઓસ્ટ્રેલિયા રહેતા પતિની જુબાની વિડિયો કોન્ફરસીંગથી લેવા બાબતે મહત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો હતો. જેમાં કોર્ટે ટાંક્યું હતું કે, ટેકનોલોજી ન્યાયની દાસી બનવી જોઈએ, રસ્તાનો પથ્થર નહીં. તે સહેલી, સચોટ અને પક્ષકારો માટે સુલભ હોવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button