મનન વિદ્યાલય અને સેગવા શોરૂમ ચોરી કેસમાં 4 આરોપી ઝડપાયા, સોમવાર સુધી રિમાન્ડ પર

મનન વિદ્યાલય અને સેગવા શોરૂમ ચોરી કેસમાં 4 આરોપી ઝડપાયા, સોમવાર સુધી રિમાન્ડ પર
સાધલી : મનન વિદ્યાલય સાધલી માં તારીખ 16 ડિસેમ્બર રૂપિયા 4,37,000 ની ચોરી થઈ હતી અને તારીખ 20 ડિસેમ્બર સેગવા મુકામે મારુતિ સુઝુકી શોરૂમમાં ₹70,270 ની ચોરી થઈ હતી ,ગુનો નોંધાતા તારીખ 22 ડિસેમ્બરના રોજ ચાર આરોપીઓ પકડાઈ ગયા છે અને આજે કોર્ટમાં રજૂ કરાતાં આગામી સોમવાર સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.
શિનોર સાધલી મુકામે મનન વિદ્યાલયમાં તારીખ 16 ડિસેમ્બરે ₹4,37,000 થી ચોરી થઈ હતી, તેની ફરિયાદ તારીખ 20 ડિસેમ્બરે ગુના નંબર 0849/ 2025થી રાત્રે 10:00 કલાકે નોંધેલ હતી. જેની તપાસ પી.એસ.આઇ એચ.બી. મકવાણા કરી રહ્યા. તારીખ 20 ડિસેમ્બર ના રોજ સેગવા – આનંદી મુકામે મારુતિ સુઝુકી શોરૂમ માંથી રૂપિયા 70270 થી ચોરી થઈ હતી. જેનો ગુનો સાધલી ચોરી ની ફરિયાદ પછી 45 મિનિટ પછી 10:45 કલાકે ગુના નંબર 0850 / 2025 થી નોંધેલ હતો, જેની તપાસ હેડ કન્સ્ટેબલ વર્ધાજી બળવંતજી રાજપુત કરી રહ્યા હતા. શિનોર પોલીસે ટીમ બનાવી સતત તપાસ કરી રહ્યા હતા, સેગવા મુકામે ચોરી થયા પછી બાતમી ના આધારે તારીખ 22 ડિસેમ્બર 2025 સાંજે 7:40 કલાકે દિવેર મુકામેથી આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ દીવેર પટેલ ભુપેન્દ્ર ચુનીભાઇ ના ઘરે ભાડેથી રહેતા હતા જેમાં 1-વિકાસ ઉર્ફે વિકી બાબુભાઈ માવી, ઉંમર 20વર્ષ, 2-રાજેશ બાબુ માવી ઉંમર 23 વર્ષ , 3- બાબુભાઈ મડીયાભાઈ માવી ઉમર 57 વર્ષ , હાલ રહેવાસી દિવેર, મૂળ રહેવાસી વડવા ગામ ,માવી ફળીયુ, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. અને 4- કાંતિભાઈ મડીયાભાઇ ભાભોર ઉંમર 20 વર્ષ, રહેવાસી આંબલી ગામ, મીનામાં ફળીયુ, તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ.
અત્રે નોંધનીય છે કે તારીખ 8 ડિસેમ્બર 2025 ના રોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે રૂપિયા 50 લાખના ખર્ચે દિવેર થી મઢી ના રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેના કોન્ટ્રાક્ટરના આ ચાર મજૂરો હતા. તેમાંથી ત્રણ દિવેર રહેતા હતા. કોન્ટ્રાક્ટરના આ મજૂરો ચોરી કરતા હોય તો આ બનેલા રસ્તામાં તેઓએ કેટલાની ચોરી કરી હશે તે પણ તપાસનો વિષય છે. અને રસ્તાની ગુણવત્તા પણ તપાસ માગી રહે છે.
આજે તારીખ 23 ડિસેમ્બરે તપાસ અધિકારી તથા શિનોર પોલીસ દ્વારા આ આરોપીઓનુ રીકન્સ્ટ્રક્શન સેગવા તથા સાધલી મુકામે જાહેરમાં કરવામાં આવ્યું હતું, સાધલી મુકામે કુતુહલવશ લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. ત્યારબાદ આજે સાંજે તમામ આરોપીઓને નામદાર શિનોર કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગણી કરાતાં, આગામી સોમવાર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીના ભેદ ખુલીને બહાર આવશે.



