ગુજરાત

માં આદ્યાશક્તિ અંબાના મહાપર્વ નવરાત્રિના પ્રથમ દિવસે અંબિકાનિકેતન મંદિર ખાતે માતાના દર્શન સાથે આશીર્વાદ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

માં આદ્યાશક્તિ અંબાના મહાપર્વ નવરાત્રિના પ્રથમ દિવસે અંબિકાનિકેતન મંદિર ખાતે માતાના દર્શન સાથે આશીર્વાદ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
રાજ્યભરના નાગરિકોને ધાર્મિક–સામાજિક નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી
નવરાત્રિના પાવન પર્વના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરતના અઠવાલાઇન્સ સ્થિત પ્રખ્યાત અંબિકાનિકેતન મંદિર ખાતે પહોંચીને માં અંબાના દર્શન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગ્લોબલ ઓળખ બનેલા ગુજરાતી ગરબાને એકતા અને આનંદનો મહાપર્વ તરીકે વર્ણવી તેમણે શહેરના તમામ નાગરિકોને નવરાત્રિ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
ખેલૈયાઓને મોડી રાત સુધી માં અંબાની આરાધનામાં રમઝટની છૂટ આપવાની સાથે જ મંત્રીશ્રીએ મોટા પાયે ગરબાના આયોજકોને સ્થળ પર ફાયર સુરક્ષા સુનિશ્ચિત કરવા આગ્રહભરી અપીલ કરી હતી. સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપી સામાજિક અને ધાર્મિક ઉત્સવના પ્રસંગોમાં ઉત્સાહ અને આનંદ અને જાળવવા સૌ કોઈને જવાબદારીપૂર્વક વર્તન કરવા અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button