લવ, સેકસ ઔર ધોખા જેવો કેસ

લવ, સેકસ ઔર ધોખા જેવો કેસ
લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો તો દરેક કેસ બળાત્કાર નથી: હાઈકોર્ટે કથિત પ્રેમીને શરતી જામીન આપ્યા
લગ્નની લાલચ આપીને શરીર બાંધ્યો હોય તો તે બળાત્કાર નથી તેવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખીને હાઈકોર્ટે અમરોલી પોલીસ મથકના એક ગુનામાં કથિત પ્રેમીને શરતોને આધીન જામીન આપ્યા છે.
આરોપી પ્રકાશ ઉર્ફે દિલીપ ધનજીભાઈ પરમાર સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેના પર પીડિતા સાથે પ્રેમ સંબંધ રાખી, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપી 28 જુલાઈ 2026થી જેલમાં બંધ હતો. આરોપીના એડવોકેટ અશ્વિન જે. જોગડિયા અને રાજેન ડી. જાદવે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજદાર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તપાસનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે અને હવે તેની પાસેથી કશું પણ રિકવર કે ડિસ્કવર કરવાનું બાકી નથી. લગ્નની લાલચ આપીને શરીર બાંધ્યો હોય તો તે બળાત્કાર નથી.
જસ્ટિસ હસમુખ ડી. સુથારની બેંચે કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મળેલા વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકારનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે”. કોર્ટે રૂ. 25,000ના અંગત બોન્ડ અને તેટલી જ રકમના એક જામીન પર આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કેટલીક કડક શરતો પણ લાદવામાં આવી હતી.



