ગુજરાત

વૃક્ષથી લઈને સમાજના રક્ષકો સુધી રાખડી

વૃક્ષથી લઈને સમાજના રક્ષકો સુધી રાખડી
મનન વિદ્યાલય અને બ્રહ્માકુમારી બહેનોની અનોખી પહેલ


મનન વિદ્યાલયના બાળકો તથા બ્રહ્માકુમારી બહેનો દ્વારા દરેક ક્ષેત્રના મોભીઓને રક્ષા બાંધી અનોખી રીતે પર્વની ઉજવણી કરી.
મનન વિદ્યાલય તથા બ્રહ્માકુમારી કેન્દ્ર મહિલાઓ દ્વારા સંચાલિત થતી સફળ સંસ્થાઓ છે.
ભારત ભરમાં રક્ષાબંધનનું પર્વ એ ભાઈ બહેનના નિર્મળ પ્રેમના પ્રતીક તરીકે ઉજવાય છે. સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલયના બાળકો દ્વારા એકબીજાને રક્ષા બાંધી અને શિક્ષિકા બહેનો દ્વારા વૃક્ષને રક્ષા બાંધી વૃક્ષારોપણનું મહત્વ દર્શાવેલ છે. તેવી જ રીતના મનન વિદ્યાલયના બાળકો દ્વારા પોલીસ, ડૉક્ટરો, શિક્ષકો,બેંકો, હું રક્ષાબંધન કરેલ છે, એવી જ રીતના સાધલી કેન્દ્ર ની બ્રહ્માકુમારી બહેનો જ્યોતિબેન તથા પારુલ બેન દ્વારા તમામ વર્ગના લોકોને જાતે જઈને કોઈપણ જાતની લોભ લાલચ વગર રક્ષા બાંધી બાબાના આશીર્વાદ આપ્યા છે.
શિનોર તાલુકામાં આ બે સંસ્થાઓ નું સફળ સંચાલન માત્રને માત્ર મહિલાઓ દ્વારા થાય છે. અને દરેક પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. અને દરેક કાર્યક્રમ સફળતા પામે છે એ આ સ્ત્રી શક્તિની મહત્તા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button