ગુજરાત

સેગવા મુકામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા મામલતદાર

સેગવા મુકામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા મામલતદાર

આજ રોજ તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ સેગવા મુકામે પાંચ ગામોના લાભાર્થીઓના સેવા સેતુ કાર્યક્રમને મામલતદાર મુકેશ જે. બારીયા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો. તેઓની સાથે ન્યાય સમિતિ ચેરમેન પતિ અલ્પેશ વસાવા ,ગામ આગેવાન શામળદાસ પટેલ તાલુકા વિકાસ અધિકારી મહેશ જે વિરાણી, આચાર્ય સંધ્યાબેન અને યુવા અગ્રણી રોહિત પટેલ હેન્દ્રી સેવામાં જોડાયા હતા. તંત્ર દ્વારા લાભાર્થીઓ માટે બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી.સેગવા મુકામે યોજાયેલ આ કાર્યક્રમમાં સેગવા, સીમડી, માલપુર, સતીશાણા અને આનંદી ગામના લાભાર્થીઓ એ લાભ લીધો હતો. સેગવા ગામે ગામમાં અને ડોર ટુ ડોર જાહેરાત કરીને આ કેમ્પનો લાભ લેવા જણાવ્યું હતું, જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. શરૂઆતથી વરસાદ હોવાના કારણે અન્ય ચાર ગામોના લાભાર્થીઓ ની સંખ્યા ઓછી હતી. આ કેમ્પમાં તંત્ર દ્વારા બને ત્યાં સુધીના દાખલા સ્થળ પર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.આરોગ્યતંત્ર દ્વારા મેડિકલ ઓફિસર પારુલ બેન પ્રજાપતિ, સી.એચ.ઓ. ડૉ. મેહુલ રાવલ, તથા પોતાની સઘળી ટીમ સાથે આયુષ્યમાન કાર્ડ ઉપરાંત આરોગ્યની સેવાઓ આપી જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ નું વિતરણ કર્યું હતું.  સરકારી યોજનાઓના ફોર્મ વિનામૂલ્યે સ્થળ ઉપરથી આપવામાં આવ્યા હતા. આધારકાર્ડ, રેશનકાર્ડ, અંગેની કામગીરી સ્થળ પર કરવામાં આવી હતી. હાજર લાભાર્થીઓ દ્વારા આ કેમ્પ બાબતે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button