શિક્ષા

⏳ સમય વ્યવસ્થાપન : બોર્ડના વિદ્યાર્થીઓ માટે સફળતાનું સૌથી મોટું હથિયાર

⏳ સમય વ્યવસ્થાપન : બોર્ડના વિદ્યાર્થીઓ માટે સફળતાનું સૌથી મોટું હથિયાર

તૃપ્તિ વ્યાસ, મનોવૈજ્ઞાનિક અને મોટીવેશનલ સ્પીકર 

26 ફેબ્રુઆરી 2026થી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે.
આ સમય એવો છે કે જેમાં દરેક કલાક, દરેક મિનિટ મહત્વની બની જાય છે. ઘણીવાર વિદ્યાર્થીઓ કહે છે—
“મને સમય નથી મળતો.”
પરંતુ હકીકત એ છે કે સમય સૌને સમાન મળે છે, ફર્ક પડે છે એને વાપરવાની રીતમાં.
આ લેખ તમને માત્ર સમજ આપશે એટલું જ નહીં, પણ સમય વ્યવસ્થાપન તમે જાતે અમલમાં મૂકી શકો એવી સરળ રીત પણ બતાવશે.
🎯 સમય વ્યવસ્થાપન એટલે શું?
સમય વ્યવસ્થાપન એટલે
ઓછા સમયમાં વધારે પરિણામ મેળવવાની કળા.
દિવસભર બેસીને અભ્યાસ કરવો એ સફળતા નથી,
પરંતુ નક્કી સમય + યોગ્ય વિષય + સંપૂર્ણ ધ્યાન = સફળતા.
📚 બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમય કેમ કિંમતી છે?
વિષયો વધુ (૭)
સિલેબસ મોટો
આત્મવિશ્વાસ ક્યારેક ડગમગે
તણાવ અને ગભરાટ વધે
👉 આ બધાનો એક જ ઉપાય છે: યોગ્ય આયોજન (Planning)
🗂️ સાત વિષય – સમય કેવી રીતે વહેંચશો?
જો તમારી પાસે આશરે 20 દિવસ છે:
દરેક વિષય માટે: 2 થી 3 દિવસ
દર વિષય માટે:
70% સમય – રિવિઝન
30% સમય – પ્રશ્નપત્ર/લેખન પ્રેક્ટિસ
યાદ રાખો:
એક વિષય પૂરો થાય ત્યારેજ બીજા પર જાઓ.
🕒 દિવસનું આદર્શ ટાઈમ ટેબલ (ઉદાહરણ)
🌅 સવાર (5:30 – 8:00)
મુશ્કેલ વિષય / ગણિત / વિજ્ઞાન
મન તાજું હોવાથી સમજ વધુ સારી પડે
☀️ બપોર (10:00 – 1:00)
થિયરી, વાંચન, નોટ્સ
🌆 સાંજ (4:30 – 6:30)
રિવિઝન + પ્રશ્નો
🌙 રાત્રે (8:30 – 9:30)
સૂત્રો, ટૂંકી નોટ્સ, ભૂલોનું વિશ્લેષણ
🚫 વિદ્યાર્થીઓના મોટા “ટાઈમ વેસ્ટર્સ” (સમય બગાડનારાઓ)
આ મુદ્દા ખૂબ જ મહત્વના છે 👇
❌ 1. મોબાઇલ ફોન
રીલ્સ, શોર્ટ્સ, ગેમ્સ
“થોડું જ જોઈ લઈએ” → કલાકો વેડફાય
ઉપાય:
📵 અભ્યાસ સમયે ફોન બીજા રૂમમાં રાખો
❌ 2. પ્લાન વગરનો અભ્યાસ
“આજે જે મનમાં આવે તે વાંચી લઈએ”
પરિણામ: કશું જ પૂરેપૂરું નથી થતું
ઉપાય:
📝 રાત્રે જ બીજા દિવસનો પ્લાન લખી લો
❌ 3. વારંવાર વિષય બદલવો
30 મિનિટ ગણિત → 20 મિનિટ ઇતિહાસ → 15 મિનિટ વિજ્ઞાન
ઉપાય:
⏱️ એક બેઠકમાં એક જ વિષય
❌ 4. મોડું સૂવું – મોડું જાગવું
રાત્રે મોડું મોબાઇલ
સવારે ઊંઘ
ઉપાય:
😴 6–7 કલાકની ઊંઘ ફરજિયાત
❌ 5. “હજુ સમય છે” એવું વિચારવું
આ સૌથી મોટો શત્રુ છે.
ઉપાય:
🕰️ આજનો દિવસ = સૌથી મહત્વનો દિવસ
🌟 સમય બચાવવાના સોનાના નિયમો
✔️ દર કલાક પછી 5–10 મિનિટ બ્રેક
✔️ દર 3 દિવસે એક મીની ટેસ્ટ
✔️ ભૂલોથી ડરશો નહીં, શીખશો
✔️ સરખામણી નહીં, સતત પ્રયત્ન
💡 અંતિમ પ્રેરણા
“સમય ક્યારેય પાછો નથી આવતો,
પણ સમયનો સાચો ઉપયોગ તમને આગળ લઈ જાય છે.”
વિદ્યાર્થી મિત્રો,
આ બોર્ડ પરીક્ષા માત્ર એક પરીક્ષા નથી,
આ તમારી શિસ્ત, સંયમ અને સંકલ્પની કસોટી છે.
આજથી જ નક્કી કરો—
👉 હું સમયનો માલિક બનીશ, સમયનો ગુલામ નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button