અમેરિકામાં બરફના તોફાની તાંડવમાં ૧૦ નાગરિકોના મોત
અમેરિકામાં બરફના તોફાની તાંડવમાં ૧૦ નાગરિકોના મોત
અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષાને પગલે અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અમેરિકાના ઈતિહાસની સૌથી ભીષણ હિમવર્ષા અને બરફના તોફાનમાં અત્યાર સુધી ૧૦ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૨૧૦૦ ફ્લાઇટ્સ રદ થઇ ચૂકી છે. મિસિસિપી, અલબામા, ફ્લોરિડા, જ્યોર્જિયા અને લુઇઝિયાના સહિત ઘણાં રાજ્યોએ ઇમરજન્સીની જાહેરાત કરી છે.ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે શાળાઓ અને સરકારી ઓફિસો બંધ કરી દેવાઇ હતી. અગાઉ અમેરિકાની નેશનલ વેધર સર્વિસે દક્ષિણ-પૂર્વના રાજ્યોમાં ભારે હિમવર્ષા અને કરા પડવાની ચેતવણી આપી હતી. માર્ગાે બંધ થવાને કારણે ટેક્સાસથી માંડી ફ્લોરિડા સુધી જનજીવન થંભી ગયું હતું. હિમવર્ષા બંધ થયા પછી રસ્તાઓ ખૂલવા અને હવાઇ સેવા શરૂ થવામાં સમય લાગશે. ટેક્સાસમાં એક હાઇવે પર હિમવર્ષના કારણે થયેલા અકસ્માતમાં પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. અલબામામાં પણ તોફાનને કારણે બે અને જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર આર્કટિકથી શરૂ થયેલું તોફાન રાતના સમયે વધુ મુશ્કેલી ઊભી કરશે. લુઇઝિયાનામાં ભારે હિમવર્ષા અને ૬૦ કિમી.ની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે. વર્જિનિયામાં ત્રણ કરોડ લોકોને બરફના તોફાનની ચેતવણી આપવામાં આવી છે. મંગળવારે રાત સુધીમાં લુઇઝિયાનાનાટ્ઠ ઘણા વિસ્તારોમાં ૧૦ ઇંચ સુધીની હિમવર્ષા થઇ હતી. જ્યારે મિસિસિપી અને અલબામાના કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચથી વધુ બરફવર્ષા થઈ હતી.અમેરિકાના ઘણા રાજ્યો અત્યારે ભારે ઠંડા પવનમાં ધ્રૂજી રહ્યા છે. જેનું મુખ્ય કારણ પોલર વર્ટેક્સ મનાઇ રહ્યું છે. પોલર વર્ટેક્સમાં પવન એન્ટિ-ક્લોક દિશામાં ફુંકાય છે. પોલર વર્ટેક્સ ભૌગોલિક રચનાને કારણે ઉત્તર ધ્›વની ચારેબાજુ ફરે છે. જાકે, જ્યારે તે દક્ષિણ તરફ આગળ વધે છે ત્યારે અમેરિકા, યુરોપ અને એશિયામાં ભારે ઠંડી પડે છે.