સ્પોર્ટ્સ

અમદાવાદ ખાતે યોજાનારી મોર્ડન પેન્થાથલોન નેશનલ ચેમ્પિયનશીપમાં સુરતના ૧૧ ખેલાડીઓ દાવેદારી નોંધાવશે

અમદાવાદ ખાતે યોજાનારી મોર્ડન પેન્થાથલોન નેશનલ ચેમ્પિયનશીપમાં સુરતના ૧૧ ખેલાડીઓ દાવેદારી નોંધાવશે
ગુજરાત મોર્ડન પેન્થાથલોન એસોસિએશન દ્વારા આગામી તા.૩૧ મે થી ૦૪ જૂન ૨૦૨૬ દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાનારી ‘૧૫મી બાયથલ(Biathle) અને ટ્રાયથલ(Triathle) નેશનલ ચેમ્પિયનશીપ-૨૦૨૬’માં સુરતના ૧૧ ખેલાડીઓ ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત રુસ્તમપુરા સ્વિમિંગ પુલ ખાતે તૈયારી કરી રહેલા સ્પર્ધકોમાં અંડર-૧૧ ભાઈઓમાં નિવાન શાહ અને બહેનોમાં હ્રીધા પટેલ, અંડર-૧૩ ભાઈઓમાં મયંક રાજપુત, રુદ્ર સેઇલર અને બહેનોમાં લીઝા પટેલ તેમજ અંડર-૧૫ ભાઈઓમાં સંયમ ખલાસી, આરવ સેઇલર, આનંદ દેસાઇ, પાર્થ પટેલ, રાજવીર સારંગ અને બહેનોમાં ક્રીશા ઝરોડીયા, પ્રિયાંશી પટેલ સુરતનું ગૌરવ વધારશે.
બાયથલે ઇવેન્ટ એટલે શું?
બાયથલે ઇવેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ દોડવું ➔ તરવું ➔ દોડવું ક્રમાનુસાર સ્પર્ધા ચોક્કસ સમયમાં પૂરી કરવાની હોય છે. આમાં દોડવાનો ટ્રેક માટી, ડામર અથવા દરિયાકિનારાની રેતી (Sand) પણ હોઈ શકે છે.
ટ્રાયથલે ઇવેન્ટ એટલે શું?
ટ્રાયથલે ઇવેન્ટમાં શૂટિંગ + સ્વિમિંગ + રનિંગના ક્રમમાં ૨ થી ૪ વાર સ્પર્ધાનું પુનરાવર્તન કરવાનું હોય છે. ટ્રાયથલે એ મોડર્ન પેન્થાથલોનની વધુ નજીક છે કારણ કે તેમાં લેઝર પિસ્તોલ શૂટિંગ ઉમેરાય છે. આમાં શૂટિંગ અને રનિંગ ભેગા મળીને ‘લેઝર રન’ બનાવે છે, જેની વચ્ચે સ્વિમિંગ ગોઠવવામાં આવે છે.
રાષ્ટ્રીય કક્ષાએ સુરત અને ગુજરાતનું ગૌરવ વધારવા જઈ રહેલા આ તમામ ખેલાડીઓને સુરત જિલ્લા એકવેટીક એસોસિએશનના પ્રમુખશ્રી નવનીત સેઇલર, મંત્રીશ્રી પરેશ સારંગ, ચીફ સ્વીમીંગ ઇન્સ્ટ્રક્ટર બકુલ સારંગ, વોર્ડ નંબર ૨૦ના પ્રમુખ વિજયભાઈ મોદી તથા એસોસિએશનના તમામ હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન સાથે શુભ આશિષ પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button