આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી

આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી
અમદાવાદ: ચૌદ વર્ષીય આયશા (નામ બદલેલ છે) એ પોતાના બાળપણનો મોટો ભાગ સ્કોલિયોસિસ નામની તકલીફ સામે લડતાં પસાર કર્યો. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડસ્તંભ અસામાન્ય રીતે વાંકુ અને વળેલું થઈ જાય છે, જેના કારણે તેને દુખાવો રહેતો અને તેનો આત્મવિશ્વાસ પણ ઘટતો ગયો. પરંતુ આયશાના માતા-પિતાએ તેમની દીકરીના સપનાઓને વાંકા થવા દીધા નહીં. તેઓ આફ્રિકાથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરીને સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં આશાના કિરણ સાથે પહોંચ્યા. તેમની નિરાશા આશામાં ફેરવાઈ ગઈ. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના સ્પાઇન નિષ્ણાતોની દેખરેખ હેઠળ આયશાએ રોબોટિક સર્જરીની સહાયથી મિનિમલી ઇનવેસિવ સ્પાઇન સર્જરી કરાવી, જે ભારતની સૌથી અદ્યતન પ્રક્રિયાઓમાંની એક છે. આ રોબોટિક ગાઇડન્સ સિસ્ટમના માધ્યમથી સર્જનોને સ્ક્રૂ મૂકવામાં અદભુત ચોકસાઈ મળી કે જે ટ્રેડિશનલ સર્જરીમાં શક્ય નહોતી.
ડૉ. મિરાંત દવે એ નાની બાળકીના પરિવર્તન અંગે જણાવ્યું હતું કે, “આયશા જેવી નાની ઉંમરના દર્દીઓ પર જ્યારે અમે સર્જરી કરીએ છીએ, ત્યારે અમે માત્ર કરોડસ્તંભને સીધી નથી કરતા, પણ જીવનનો માર્ગ પણ સરળ કરીએ છીએ. પરંપરાગત સર્જરીથી વિપરીત, આ રોબોટિક સર્જરીમાં નાના કટ, ખૂબ ઓછો રક્તસ્ત્રાવ, ઝડપી સાજા થવાનો સમય અને લગભગ ન દેખાતા ઘા જેવા લાભ મળ્યા, જે નાની ઉંમરના દર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. થોડા જ દિવસોમાં આયશાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. તેના માટે શ્વાસ લેવો વધુ સરળ બન્યો અને અનેક વર્ષો બાદ તે પહેલીવાર દુખાવા વિના ચાલવા લાગી.
આયશાના માતા-પિતાએ ભાવુક થઈને, સ્તવ્યને એક એવી જગ્યા ગણાવી કે જ્યાં ટેક્નોલોજી અને માનવતા એક સાથે મળે છે. આયશાના પરિવાર માટે, એફોર્ડેબીલીટી એ બીજો નિર્ણાયક પરિબળ હતો. ભારતમાં તેમને મળેલ અદ્યતન સારવાર પશ્ચિમ દેશોની તુલનામાં માત્ર થોડા ખર્ચમાં શક્ય બની, તે પણ ગુણવત્તા અથવા ટેક્નોલોજીમાંથી કોઈ પડકાર વિના.
આજે, આયશા આત્મવિશ્વાસથી ભરપૂર છે અને સીધી ઊભી રહી શકે છે. તે સ્કૂલ પરત ફરવાની તૈયારી કરી રહી છે અને તે જીવનમાં આગળ વધી રહી છે. તેનો કેસ સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલની વિશ્વસનીયતા વધારવામાં યોગદાન આપે છે, જેને અદ્યતન સ્પાઇન કેર અને મેડિકલ ટૂરિઝમ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે માનવામાં આવે છે, અને ભારતને આ ક્ષેત્રમાં આગેવાન બનાવે છે.
મેઝોર એક્સ જેવા રોબોટિક પ્લેટફોર્મ, ઓપન સ્ટેન્ડિંગ સ્પાઇન એમઆરઆઈ સુવિધાઓ અને વૈશ્વિક સ્તરે પ્રશિક્ષિત સર્જનોની ટીમ સાથે, સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ ઝડપથી સ્પાઈનલ હેલ્થકેરમાં નવીનતાનો માર્ગ બની રહી છે. આયશાની સફર – આફ્રિકાથી અમદાવાદ – ફક્ત સારી રીતે કરવામાં આવેલી સર્જરી વિશે જ નથી પરંતુ તે હિંમત, કરુણા અને અદ્યતન વિજ્ઞાનની વાર્તા છે જે એક બાળક નું જીવન પાછું નોર્મલ બનાવે છે.