પ્રાદેશિક સમાચાર

કેટેગરી-A માં મતદાર જાગૃતિ ઓડિયો/ગીત સંદેશ, શોર્ટ વિડીયો, ઇ-પોસ્ટર્સ તેમજ કેટેગરી-B માં ટેગલાઇન સૂત્ર, પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા યોજાશે

બંને વિભાગના સ્પર્ધકોએ તા.૨૭ ડિસે. સુધીમાં દરમિયાન કૃતિઓ જમા કરાવવી

સુરત:મંગળવારઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન (SVEEP) અંતર્ગત “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩”ની ખાસ ઝુંબેશ સ્વરૂપે ઉજવણી કરવામાં આવશે. જેમાં બે વિવિધ શ્રેણીમાં આયોજિત ૫ જેટલી સ્પર્ધાઓમાં વિવિધ વયજૂથના બાળકો ભાગ લઈ શકશે.

કેટેગરી-A માં મતદાર જાગૃતિ અંગેનો ઓડિયો/ગીત સંદેશ, શોર્ટ વિડીયો, ઇ-પોસ્ટર્સ તેમજ કેટેગરી-B માં ટેગલાઇન સૂત્ર, પોસ્ટર ડિઝાઇનની સ્પર્ધા યોજાશે. જેમાં કેટેગરી-A માં તા.૦૧.૦૧.૨૦૨૪ અનુસાર ૧૮ વર્ષ કે તેથી વધુ વયના ધોરણ-૯થી ૧૨ના માધ્યમિક શાળા/કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજોના તબીબી/એન્જિનિયરિંગ તથા ITI ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમજ કેટેગરી-B માં માં ૧૮થી ૩૦ વર્ષની વયજૂથના સામાન્ય મતદાર તરીકેની લાયકાત ધરાવતા મતદારો અથવા મતદાર તરીકે નોંધણી માટે અરજી કરેલી હોય તેવા તમામ નાગરિકો ઉપરાંત બૂથ લેવલ અધિકારીઓ, શિક્ષકો, ચુનાવ પાઠશાળાના સભ્યો, મતદાર સાક્ષાતા ક્લબસના સભ્યો, વોટર અવેરનેસના નોડલ અધિકારીઓ તથા સભ્યો ભાગ લઇ શકશે.

બંને વિભાગના સ્પર્ધકોએ આગામી તા.૨૭ ડિસેમ્બર સુધીમાં પોતાની કૃતિઓ સ્પર્ધકોના વિસ્તારના મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી અથવા કલેકટર કચેરી ચૂંટણી શાખા-સુરત, કોલેજના કેમ્પસ એમ્બેસેડર, બી.એલ.ઓ./સેકટર ઓફિસર પાસે કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. સ્પર્ધકે તેમની કૃતિ સાથે મતદાર ફોટો ઓળખકાર્ડની નકલ અથવા નામ દાખલનું ફોર્મ ભર્યું હોય તો રસીદ જમા કરાવવાની રહેશે.

A અને B શ્રેણીની પાંચેય સ્પર્ધાઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને રૂ.૫૦૦ થી લઈને રૂ.૨૫૦૦ સુધીની રોકડ ભેટ આપવામાં આવશે. વધુ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ પર સંપર્ક કરવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button