પ્રાદેશિક સમાચાર

નાની નરોલી સ્થિત વેદ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી રૂ.૫.૯૪ લાખની ૪૪૦ ખાતરની થેલીઓ જપ્ત કરાઈ

નાની નરોલી સ્થિત વેદ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાંથી રૂ.૫.૯૪ લાખની ૪૪૦ ખાતરની થેલીઓ જપ્ત કરાઈ

લાયસન્સ વિના જૈવિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન-વેચાણ કરવા બદલ માંગરોળના નાની નરોલીની વેદ એન્ટરપ્રાઈઝ અને એ.જી. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-બોઈસર (પાલઘર) સામે કાયદાકીય કાર્યવાહી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી સ્થિત વેદ એન્ટરપ્રાઈઝ અને એ.જી. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-બોઈસર (પાલઘર) દ્વારા લાયસન્સ વિના જૈવિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન-વેચાણ કરવા બદલ ખેતી અધિકારીઓએ દરોડા પાડી કંપનીના ગોડાઉનમાંથી રૂ.૫.૯૪ લાખની ૪૪૦ ખાતરની ખાતરની થેલીઓ જપ્ત કરી કંપનીના માલિકો સામે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખેતી અધિકારીઓ રાકેશ વસાવા, લાલજીભાઈ ઇટાલિયા સાથેની સંયુક્ત સ્કવોડ ટીમને માંગરોળના નાની નરોલી ગામની સીમમાં પ્લોટ નં.૨૦૧માં આવેલી વેદ એન્ટરપ્રાઈઝ કંપનીના માલિકો વિજયભાઈ વલ્લભભાઇ સવાણી (રહે.મોટા વરાછા,સુરત) અને એ.જી. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-બોઈસર (પાલઘર) દ્વારા અહીં લાયસન્સ વિના ખેતીમાં વપરાતા ઓલ ઇન વન ઓર્ગેનિક મેન્યોર નામથી જૈવિક ખાતરનું ગેરકાયદે ઉત્પાદન-વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે ગત તા:૨૮ નવે. ના રોજ તપાસ કરતા પ્રત્યેકમાં ૫૦ કિગ્રા વજનવાળી કુલ ૪૪૦ શંકાસ્પદ ખાતરની બેગો મળી આવી હતી. આ જથ્થા સંદર્ભે કંપની માલિકનો સંતોષકારક ખુલાસો ન મળતા માંગરોળ ખેતી અધિકારી રાકેશ વસાવાએ તા.૨૮મીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ સવાણી અને આ કાર્યમાં સંડોવાયેલી એ.જી. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ-બોઈસર (પાલઘર, મહારાષ્ટ્ર)ના જવાબદાર માલિકો, વ્યક્તિઓ સામે લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે જૈવિક-ઓર્ગેનિક ખાતરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ બદલ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button