વિશ્વ શાંતિદુત મહાબોધી બુદ્ધ વિહારમાં ૭૫ મો ભારત સંવિધાન દીવસ મનાવાયો

વિશ્વ શાંતિદુત મહાબોધી બુદ્ધ વિહારમાં ૭૫ મો ભારત સંવિધાન દીવસ મનાવાયો
લિંબાયત શાંતી નગર ખાતે આવેલ વિશ્વ શાંતિદુત મહાબોધી બુદ્ધ વિહારમાં વિહારના સંસ્થાપક અધ્યક્ષ સુભાષભાઈ ઝાડે ની અધ્યક્ષતામાં ૭૫મો સંવિધાન દીવસ મનાવવામાં આવ્યો હતો. આ અવસરે લિંબાયત ની શ્રી આઈ જી ઇનલીશ એકેડેમી નાં શિક્ષક વૃંદ તથા વિધાર્થીઓ અને વિવિધ સમાજ અગ્રણી ની સાથે ભારતીય રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (બી,એ) નાં ગુજરાત પ્રદેશ સંગઠન અધ્યક્ષ દીલીપભાઇ શિરસાઠ,ઉપ પ્રમુખ ગૌતમ ઈન્ગલે, બામસેફ પ્રભારી સુભાષભાઈ ધુરંધર, મહિલા ઉપાસક સંઘ, ઉપાસક સંઘ, શિક્ષકા કલ્પના પાટીલ, રત્ના માળી, એકેડેમી નાં અશોક દાસ,અમોલ સર, વિકાસ કોષ્ટી, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન દીવસ નિમિત્તે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (બી,એ) ના સૌજન્યથી વિધાર્થીઓ અને ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ને ભારત કા સંવિધાન પત્રિકા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટા આપીને તેમનું સન્માન કર્યું હતું. સુભાષભાઈ ઝાડે એ વિધાર્થીઓ અને ઉપસ્થિત લોકોને ને ભારત કા સંવિધાનુ મહત્વ સમજાવ્યું હતું અને વિધાર્થીઓ ને સંવિધાન પત્રિકા વાંચીને શપથ લેવડાવ્યા હતા.