બળદને પહેરાવેલ જુમલુ વીજપોલના તાણીયા સાથે અડી જતા કરંટ લાગતા બે બળદના મોત

Dang News: ડાંગ જિલ્લા ના આહવા તાલુકાના નાદનપેડા (Nadanpeda) ગામે એક ખેડૂત હળ લઈ ખેતર માં ખેડી રહ્યા હતા ત્યારે બળદને પહેરાવેલ જુમલુ વીજપોલના તાણીયા સાથે અડી જતા નણીયાની એંગલ વીજ લાઇનને અડી હતી જેથી વીજ પ્રવાહ નીચે ઉતરતા તેનો કરંટ બન્ને બળદને લાગતા ધટના સ્થળે મોત નીપજયું હતું.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાદનપેડા ગામે રહેતા ગુલાબભાઈ ખાનુભાઈ વાણી બુધવારે સવારે ૧૦ કલાકે ખેતર માં બે બળદો મારફતે હળથી ખેડી રહ્યા હતા તેઓના ખેતરમાંથી ચીચલી ફીડરની ૧૧ કેવી ની વીજ લાઈન પસાર થતી હોય જેથી તેમના ખેતરમાં વીજ પોલ પણ આવેલ છે. તેઓ ખેડાણ કરતા કરતા બળદને વીજ પોલ અને તેના તાણીયા વચ્ચેથી લઈ જવા જતા બળદના માડા પર લગાવેલ જુવાડી (જુમલુ ) તાણીયા સાથે અથડાતાં તાણીયાને ઝાટકો લાગતા વીજ પોલ પર ફીટ કરેલી તાણીયાની એંગલ વીજ તાર ને અડી ગઈ હતી. જેથી કરંટ તાણીયા સાથે જમીન પર ઉતરતા બન્ને બળદો અને ગુલાબભાઈ વાણી ને કરંટ લાગ્યો હતો જેમાં બન્ને બળદોનુ ધટના સ્થળે મોત નીપજયું હતું.આ ધટના બનતા જી.ઈ.બી ના અધિકારી ઓ સ્થળ પર પહોચી પંચ ક્યાસ કરી ખેડુતને વળતર આપવાની તજવીજ હાથ ધરી હતી.