ધર્મ દર્શન

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ તેમજ વાંસદા નગર માં કોમી એકતા સાથે મોહરમની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી

વાંસદા ખાતે કાવેરી નદી માં તાઝીયા ઠંડા કરવા માં આવ્યા હતા

Dang News: ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇનગર તથા વાંસદા Vansada  તાલુકા નાં વાંસદા નગર Vansada Nagar ખાતે કોમી એકતા સાથે મહોરમ પર્વ તાઝીયા ની ઉજવણી કોમી એકતા સાથે તાઝીયા ઝુલુશ કાઠવા માં આવ્યુ હતુ હિન્દુ સંગઠનો એ મુસ્લિમો નુ સ્વાગત કરી ઠંડા દુધ સરબત પિવડાવી વિશ્ર્વ ને કોમી એકતા નો સંદેશો આપ્યો હતો
વાંસદા નગર ખાતે નવાફળિયા-ચંપા વાડી- ખાંભલા ઝાપા- તથા નગર ની અલગ અલગ કમિટિ દ્વારા કલાત્મક તાઝીયા બનાવી કરબલા નાં 72 શહીદો ની યાદ માં અલગ અલગ નયાઝ નુ આયોજન કરી વાંસદા નગર નાં મુખ્ય માર્ગ ઉપર આવી હિન્દુ મુસ્લિમ Hindu-Muslim બિરાદરોએ પોતાની માનતા ઓ ઉતારી હતી અને તાઝીયા નગર Tazia Nagar મા ફેરવી વાંસદા ની કાવરી નદી માં ઠંડા કરવા મા આવ્યા હતા
વધઈ નગર ખાતે રેલ્વે સ્ટેશન, મેઇન બજાર, આશાનગર ખાતે કોમી એખલાસની સાથે મુસ્લિમ સમાજ એકત્રીત થઇ સત્ય અને અસત્યની લડાઈમાં હજરત ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી, જે સત્યની લડાઈમાં જુલ્મ, અત્યાચાર સામે ત્યાગ, બલિદાન આપી સમગ્ર દુનિયાને શાંતિ, શબ્રનાં પાઠ શીખવાડનાર હઝરત ઇમામ હુશૈન તથા કરબલાનાં સૌ શહીદોની સ્મુતિમાં વઘઇ નગરમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતાં તમામ મુસ્લિમ સમાજના યુવાનો, આગેવાનો, વડીલોએ વઘઇ રેલ્વે સ્ટેશન, મેઇન બજાર, આશાનગર ખાતે ભેગા મળી દુધ – શરબત નું વિતરણ કરી પુણ્ય નુ ભાથુ બાંધી મોહરમ પર્વની ઉજવણી કરી હતી આ ઉજવણી પ્રસંગે નગર આગેવાન મોહનભાઈ ભોયે, દિપ્તેશ પટેલ, દાદા માને, રિતેશ પટેલ, પુના સોહલા, સહિત હિન્દુ-મુસ્લિમ Hindu-Muslim આગેવાનો,વેપારી એસોસીએશન, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button