“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત કૃભકોમાં વૃક્ષારોપણ

“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત કૃભકોમાં વૃક્ષારોપણ
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાનની શરૂઆત કરી છે. આ ઝુંબેશના સમર્થનમાં, કૃભકો હજીરા પ્લાન્ટ પણ સમાજ પ્રત્યેની જવાબદારી તરીકે પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
કૃભકો તેની સામાજિક જવાબદારીઓના ભાગરૂપે તેના પ્લાન્ટ, ટાઉનશીપ અને આસપાસના ગામોમાં પર્યાવરણ અને વરસાદી પાણીના સંરક્ષણ માટે વિવિધ પગલાં લઈ રહી છે. આના ભાગરૂપે અને ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના નિર્દેશો અનુસાર, કૃભકોએ એમની ટાઉનશિપ ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય અને ન્યુ ફ્લાવર સ્કૂલોમાં “એક પેડ મા કે નામ” નામથી વૃક્ષારોપણ અભિયાન 09.08.2024 થી શરૂ કર્યું છે.
આ પ્રસંગે કૃભકો પ્લાન્ટ હેડ શ્રી પી.ચંદ્ર મોહને શાળાઓની આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને ઝુંબેશની શરૂઆત કરી હતી અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં બંને શાળાના વિદ્યાર્થીઓને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
‘એક પેડ માં કે નામ” અભિયાન 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન કૃભકો પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં અને ટાઉનશિપ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. કૃભકોએ સુરત શહેરના વિવિધ ભાગોમાં વૃક્ષારોપણ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરત ઝોન સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
કૃભકોએ તાજેતરમાં જ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જુના કાવાસ તળાવને પર્યાવરણનું રક્ષણ કરવા અને ભાવિ પેઢીઓ માટે પાણી બચાવવા માટે પુનઃજીવિત કર્યું છે. આ તળાવને પુનઃજીવિત કરવાથી વરસાદી પાણીનો મોટો બચાવ થશે અને નજીકના ગામો અને કવાસ ગામના ખેડૂતોની જરૂરિયાતો પૂરી થશે.