શિનોર તાલુકાના પુનિયાદ ગામે વરસાદી પાણી ના ભારે વહેણ થી, તળાવની પાળ પરનુ જુનુ ગરનાળુ ઘરાશયી

શિનોર તાલુકાના પુનિયાદ ગામે વરસાદી પાણી ના ભારે વહેણ થી, તળાવની પાળ પરનુ જુનુ ગરનાળુ ઘરાશયી
શિનોર તાલુકાના પુનિયાદ ગામે,ચોમાસા ની ઋતુ દરમિયાન વરસેલા અતિ ભારે વરસાદમા વરસાદી પાણી ના ભારે વહેણ થી, તળાવની પાળ પરનુ જુનુ ગરનાળુ ઘરાશયી થવા ઉપરાંત પુનિયાદ-આનંદી માર્ગ ના વળાંક પરની સંરક્ષણ દિવાલ ધરાશયી થતાં, માર્ગનુ તેમજ માર્ગ ને અડી ને આવેલા ખેતરનુ ધોવાણ થવા પામ્યુ છે.
ચોમાસા ની ઋતુ દરમિયાન થયેલ આ નુકશાન બાદ ,તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત પુનિયાદ મુકામે આવેલા કરજણ-શિનોર ના ધારાસભ્ય અક્ષયપટેલે,કાર્યક્રમ બાદ,વરસાદી પાણી ના ભારે વહેણ મા ધરાશયી થયેલ પુનિયાદ-આનંદી માર્ગ ના વળાંક પરની સંરક્ષણ દિવાલ તેમજ તળાવ ની પાળ પર, ખેતરો માં ભરાતા વરસાદી પાણી નો નિકાલ તળાવ માં થાય તે માટે બનાવેલ જુના ગરનાળાના સ્થળ ની રૂબરૂ મુલાકાત લઈ, ઘટતી કાર્યવાહી કરવા ,જીલ્લા સિંચાઇ વિભાગ વડોદરાને તેમજ માર્ગ મકાન વિભાગ જીલ્લા પંચાયત ની ડભોઇ સ્થિત કચેરી નો ટેલીફોનીક સંપર્ક કરી સૂચના આપ્યા બાદ લેખિત પત્ર લખી ,તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જાણ કરી છે..ઉલ્લેખનીય છે કે ધરાશયી થયેલ સંરક્ષણ દિવાલ તેમજ તળાવ ની પાળ પર ના જુના ગરનાળા એ થી આનંદી ગામનીસીમના તમામ ખેતરોમાં ભરાતા વરસાદી પાણી નો નિકાલ તળાવ માં થઇ જતો હોય,તંત્ર સતર્કતા દાખવી,તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ પુનિયાદ ગામના ખેડૂતોએ કરી છે.