ધારાસભ્ય ઇશ્વર પરમારની ઉપસ્થિતિમાં પલસાણા તાલુકાના લખાણપોર ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું:

સુરતઃ બુધવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ધારાસભ્ય ઇશ્વર પરમારની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લખાણપોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું.જ્યાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ઇશ્વર પરમાર દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામા આવ્યું હતું. સંકલ્પયાત્રામાં પદાધિકારીઓ અને વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ૫ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના તાલુકા અધિકારીશ્રી પ્રકાશભાઈ પટેલ, શિક્ષણ અધિકારીશ્રી, માન. પશુ ચિકિત્સક ડી.વી.એ પઠાણ, સુરત ડિસ્ટિક બૅંક માન.ઈ.ચા સીડીપીઓ જશુબેન માહયાવંશી,સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.