સ્પોર્ટ્સ

અંતિમ વન-ડેમા વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

અંતિમ વન-ડેમા વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

શ્રેણી શ્રીલંકાએ 2-1થી જીતી

પલ્લેકેલેઃ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 એક દિવસીય વન-ડે શ્રેણીની અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યુ હતું.

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી શ્રીલંકાને પહેલા બેટિંગ કરવા આમંત્રિત કરી હતી. શ્રીલંકા તરફથી નિશાંકા અને ફર્નાન્ડોએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. જે બાદ 17મી ઓવરમા 81ના સ્કોરે પ્રથમ વિકેટ ફરાનાન્ડોની ગુમાવી હતી. ફર્નાન્ડો 34 રને રોસ્ટન ચેસની ઓવરમાં તેના જ હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ વરસાદે વિઘ્ન નાંખતા ડકવર્થ લુઇસના નિયમ અનુસાર ઓવર કટ થયા બાદ 23 ઓવર રખાઈ હતી. વરસાદ બાદ રમત શરૂ થતા શ્રીલંકા તરફથી મેન્ડિસે તાબડતોબ 22 બોલમાં 56 રન ફટકાર્યા હતા. 23 ઓવરમાં શ્રીલંકાએ 3 વિકેટે 156 રન નોંધાવ્યા હતા. ડકવર્થ લુઇસ નિયમ અનુસાર વેસ્ટ ઈન્ડિઝને 23 ઓવરમાં 196 લક્ષ્યાંક મળ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમે સારી શરૂઆત કર્યા બાદ 36 રને પ્રથમ વિકેટ કપ્તાન કિંગની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 14.2 ઓવરમાં બીજી વિકેટ હોપના રૂપે 108 રને ગુમાવી. સામે છેડે લુઈસે આક્રમક રમત જારી રાખી હતી. રુધરફોર્ડે પણ તાબડતોબ રન ફટકારી 22 ઓવરમાં 196 રનનો લક્ષ્ય હાસલ કરી વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે વિજય અપાવ્યો હતો. રુધરફોર્ડે માત્ર 26 બોલમાં 50 રન નોંધાવ્યા હતા. જ્યારે લૂઇસે 61 બોલમાં 102 રને નોટઆઉટ રહ્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button