સ્પોર્ટ્સ

હર્ષિત-પ્રિન્સની જોડીએ મચાવ્યો કહેર, માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ નેપાળની ટીમ

હર્ષિત-પ્રિન્સની જોડીએ મચાવ્યો કહેર, માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ નેપાળની ટીમ

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપના ચોથા મુકાબલામાં ઇન્ડિયા એ ટીમે નેપાળ સામે 306 રનના વિશાળ અંતરથી શાનદાર જીત નોંધાવી છે. તિલક વર્મા અને કુમાર કુશાગ્રની સદીની મદદથી ઇન્ડિયા એ ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 332 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 333 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ 11.3 ઓવરમાં જ માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગમાં પ્રિન્સ યાદવે 5 અને હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપીને નેપાળની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. નેપાળનો એક પણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો, જેમાંથી 5 બેટ્સમેન તો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

શુક્રવારે નેપાળ સામે રમાયેલા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપના ચોથા મુકાબલામાં ઇન્ડિયા એ ટીમે પ્રથમ બેટિંગ કરતા તિલક વર્મા અને કુમાર કુશાગ્રની સદીની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 332 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન તિલક વર્માએ 107 અને કુમારે 117 રનની દમદાર ઇનિંગ રમી હતી. નેપાળ તરફથી સંદીપ, નંદન અને લલિતે 2-2 વિકેટ ઝડપી હતી. નેપાળની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે, અભિષેક શર્મા 13 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, તેને નંદન યાદવે આઉટ કર્યો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલો આયુષ બદોની વધુ સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને 7 બોલમાં 2 રન બનાવી આઉટ થયો હતો. ઓપનર વૈભવ સૂર્યવંશીએ ધીમી ઇનિંગ રમી હતી અને તે 32 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button