વ્યાપાર

જુઓ અદાણી એન્ટરપ્રાઇઝીસના પરિણામોની જાહેરાત

જુઓ અદાણી એન્ટરપ્રાઇઝીસના પરિણામોની જાહેરાત

નાણાકીય વર્ષ-25 ના અર્ધ વાર્ષિક સમયમાં સૌથી ઉંચો EBIDTA 

એકીકૃત EBIDTA 47% વધીને વધીને રુ. 8,654 કરોડ

એકીકૃત કર પહેલાનો નફો (PBT) 137% વધીને રુ. 4,644 કરોડ

ઇન્કયુબેટીંગ વ્યવસાયોનો EBIDTA 85% વધી રુ. 5,233 કરોડ

અમદાવાદ, 29 ઓક્ટોબર 2024: અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ​​30 સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમય ગાળાના પરિણામોની આજે જાહેરાત કરી હતી.

નવી અસ્ક્યામતોના સંગીન આધાર સાથે તમામ વ્યવસાયોમાં કામકાજની કાર્યક્ષમતા સિધ્ધ કરવા માટે AELના સતત પ્રયાસનું પ્રતિબિંબપરિણામોમાં ફરીથી પ્રગટ થયું છે. AELએ અર્ધવાર્ષિક સમયગાળાનો તેનો સર્વોચ્ચ વિક્રમરુપ રુ.8,654 કરોડ EBIDTA નોંધાવ્યો છે જે ઇન્ક્યુબેશન પોર્ટફોલિયો હેઠળ ઉભરતા તેના કોર ઇન્ફ્રા બિઝનેસના મજબૂત દેખાવ દ્વારા સતત સમર્થિત છે. કોર ઇન્ફ્રા વ્યવસાયના તાકાતવર કામકાજના કારણે વાર્ષિક ધોરણે 85%ના વધારા સાથે રુ.5,233 કરોડનો અર્ધવાર્ષિક EBIDTA રેકોર્ડ કર્યો છે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)એ લોજિસ્ટિક્સ, ઉર્જા સંક્રમણ અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણ પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આ ક્ષેત્રો દેશના આર્થિક વિકાસના મુખ્ય સુત્રધારછે. તેમણે કહ્યું હતું કે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL) અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) દ્વારા ક્ષમતા વધારા અને સંપત્તિના ઉપયોગમાં ઝડપી વૃદ્ધિ સાથે આ વિક્રમજનક અર્ધ-વર્ષીય કામગીરીનું નેતૃત્વ કરવામાં આવ્યું છે, ANIL માં ત્રણ ગીગા સ્કેલના એકીકૃત ઉત્પાદન પ્લાન્ટમાં ગ્રીનફિલ્ડ પ્રકલ્પના અમલ પર અમારું એકધાર્યુ લક્ષ્ય અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો ઝડપી વિકાસ આ ઉત્સાહવર્ધક પરિણામોને તરફ દોરી રહ્યો છે. વધુમાં, AEL સમગ્ર ડેટા સેન્ટરો, રસ્તાઓ, ધાતુઓ અને સામગ્રીઓ તથા તેના ખાસ ઉત્પાદનમાં આ ટર્બો વૃદ્ધિનું પુનરાવર્તન કરવા સજ્જ છે. ઉંચી વૃર્ધ્ધિના તબક્કાને મજબૂત પીઠબળ પુરું પાડવા AEL આ સમગ્ર ક્ષેત્રોમાં અવનવી ટેકનોલોજીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે એમ તેમણે ઉમેર્યુ હતું.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL) ઇકોસિસ્ટમ અને એરપોર્ટ્સના કામકાજના મજબૂત પ્રદર્શનના કારણે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં આવક 14% વધીને રુ.49,263 કરોડ થઇ હતી. અને EBIDTA 47% વધીને રુ.8,654 કરોડને સ્પર્શ્યો છે. કર પહેલાનો નફો (PBT) 137% વધીને રુ.4,644 કરોડ થયો હતો. પ્રતિવર્ષ101.5 મેગાવોટ માટેની ઇલેક્ટ્રોલાઈઝર ઉત્પાદન સુવિધા માટે SECI તરફથી એવોર્ડ પત્ર મળવા સાથે હવે પ્રતિ વર્ષ ક્યુમ્યુલેટીવમળેલી ક્ષમતા 300 મેગાવોટ થઇ છે. આ સમય ગાળા દરમિયાન પ્રથમ BOT પ્રોજેક્ટ “પાનાગઢ-પાલસિત”અને HAM પ્રોજેક્ટ “કોદાદ ખમ્મમ” માટે કામચલાઉ સીઓડી પ્રાપ્ત થઈ છે.

સ્ટીલ ઓથોરીટી ઓફ ઇંડીઆ તરફથી તાલદીહ ખાતે વાર્ષિક ૭ મેટ્રીક ટનની ક્ષમતાની આયર્ન ઓર ખાણના વિકાસ અને કામગીરી માટે એવોર્ડ પત્ર મળ્યો છે.

’અનિલ’ ઇકોસિસ્ટમ અંતર્ગત પ્રથમ છ માસિક ગાળામાં સોલાર મેન્યુફેકચરીંગ ક્ષેત્રે મોડ્યુલના વેચાણે 2 GWના આંક વટાવ્યો છે નિકાસ 64% વધી છે અને ઘરઆંગણે વેચાણ 139% વધ્યું છે. RLMMમાં લિસ્ટેડ ANIL બ્લેડ્સનો વપરાશ કરીને 5.2 MW & 3.0 MW WTG વિન્ડ ટર્બાઇનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અદાણી કોનેક્ષ પ્રા.લિ. હસ્તકના નોઇડા ડાટા સેન્ટરમાં 50MW કોર એન્ડ શેલ તથા 10 MW MEPના નિર્માણનું 95%, હૈદ્રાબાદના 9.6 MWના પ્રથમ તબક્કાનું 98% કાર્ય પૂર્ણ થયું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button