એન્ટરટેઇનમેન્ટ

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર યોજાયું

ગુજરાત : દિવાળીના દિવસો ચાલી રહ્યાં છે અને આ તહેવારની મોસમમાં પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ “કાલે લગન છે !?!” 7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.  એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. સામાન્ય કોમેડીથી કાંઈક હટકે આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ફિલ્મની રિલીઝ અગાઉ તાજેતરમાં જ મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો. આ પ્રીમિયર શોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને તેઓએ ફિલ્મને વખાણી હતી.

સુપરસ્ટાર હિતેન કુમારે ફિલ્મ નિહાળ્યા બાદ કહ્યું હતું કે, “આ ફિલ્મનું બેનર મારા માટે ખૂબ નજીકનું છે. ફિલ્મની વાર્તા એકદમ ફ્રેશ છે અને લોકોને ગમે તેવી છે. હુમાયૂનનું દિર્ગદર્શન ખૂબ જ સુંદર છે. પરીક્ષિત અને પૂજાએ ફિલ્મમાં ધૂમ મચાવી દીધી છે.”

 

“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં આયુષ (પરીક્ષિત તમાલિયા)ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકા (પૂજા જોશી)ને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button