શિક્ષા
મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નાઇટ-આઉટ અને સ્કાય ગેઝિંગ પ્રોગ્રામનું આયોજન કરાયુ

મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નાઇટ-આઉટ અને સ્કાય ગેઝિંગ પ્રોગ્રામનું આયોજન કરાયુ
મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારે તમામ વિદ્યાર્થીઓ માટે નાઇટ-આઉટ અને સ્કાય ગેઝિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, શાળાના વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપ દ્વારા રાત્રિના આકાશને ખૂબ નજીકથી નિહાળ્યું અને સમજ્યું. ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર અને નક્ષત્રોને આટલા નજીકથી જોવું એ તેમના માટે યાદગાર ક્ષણ હતી. બાળકોએ નાઇટ આઉટનો પણ ભરપૂર આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં બાળકોએ બોન ફાયરની સાથે સ્પોર્ટ્સ, ડિનર, ડાન્સ મ્યુઝિક વગેરેમાં પણ ભાગ લીધો હતો.