કારકિર્દી
સ્કેટ કોલેજનાં MCA ડિપાર્ટમેન્ટ દ્વારા અદાણી પોર્ટસ મુંદ્રા (કચ્છ)ની મુલાકાત

સ્કેટ કોલેજનાં MCA ડિપાર્ટમેન્ટ દ્વારા અદાણી પોર્ટસ મુંદ્રા (કચ્છ)ની મુલાકાત
સાર્વજનિક કૉલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (સ્કેટ) કોલેજનાં MCA ડિપાર્ટમેન્ટનાં બીજા વર્ષનાં વિદ્યાર્થીઓએ એમનાં પ્રોફેસરો સાથે અદાણી કંપનીનાં ઉડાન પ્રોજેક્ટ હેઠળ અદાણી પોર્ટસ મુંદ્રા (કરછ) ની મુલાકાત લીધી હતી. બે દિવસીયનાં આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન પાંચ જુદાં જુદાં પ્રોજેક્ટસ જેવાં કે અદાણી પોર્ટસ, ઓઇલ રિફાઇનરી, થર્મલ, પાવર પ્લાન્ટ, વિન્ડમાં ઑટોમેશન માં મોટાપાયે થતી વ્યવસાયિક કામગીરી નિહાળી અને કમ્પ્યુટર એપ્લિકેશન્સ નો ઉપયોગ કેવી રીતે થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસ માટે કોલેજ અને સંસ્થાનો હેતુ યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે પ્રેરિત કરવાનો હતો.