અમરોલી કોસાડમાં યુવા અગ્રણી દિપક કઢરેની આગેવાનીમાં શૌર્યદિનના અવસરે અભિવાદન કાર્યક્રમ યોજાયો

અમરોલી કોસાડમાં યુવા અગ્રણી દિપક કઢરેની આગેવાનીમાં શૌર્યદિનના અવસરે અભિવાદન કાર્યક્રમ યોજાયો
ભીમા કોરેગાંવ પૂણે 1 જાન્યુઆરી 1818માં એટલે કે 207 વર્ષ પહેલા આપણા 500 મહાર યોદ્ધાઓએ 28000 પેશવાઓ સાથે ખેલેલા યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજ રોજ તારીખ 01-01-2025 ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ પર મહાન યોદ્ધાઓને સલામી તથા અભિવાદન કાર્યક્રમ આંબેડકરવાદી એકતા મિશન તથા સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલ કોસાડ, અમરોલી ખાતે મનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યુવા નેતા દીપક કઢરે, બૌદ્ધ સમાજ અગ્રણી રતન નિકુમ, સમાજ અગ્રણી અનિલ થોરાત, માજી સૈનિક ભીમરાવ સૈંદાણે, વિજય મોરે, મનોજ સસાને, બેસેમેસ્ટર, કૃષ્ણ વાનખેડે, બી.એમ. વાનખેડે, અનિલ પાનપાટીલ, રાજુ બાવિષ્કર, સુભાષ ખૈરનાર, ધનરાજ ઠાકરે તથા રાષ્ટ્રીય ગાયિકા સુનીતાબેન, છાયાબેન લાટે, અનસુયાબેન નિકુમ, માયાબેન સુર્વે, સમતા સૈનિક દળના સૈનિક સંજય બોરકર ઉપસ્થિત રહ્યા હતા.