એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.6 ઢીલું

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.6 ઢીલું
કોમોડિટી વાયદાઓમાં રૂ.13130.75 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.81687.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9738.98 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19332 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.94826.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13130.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.81687.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19332 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.925.87 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9738.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.79859ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.80151 અને નીચામાં રૂ.79664ના મથાળે અથડાઈ, રૂ.80026ના આગલા બંધ સામે રૂ.84 વધી રૂ.80110ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.63966ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.7905ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.79961ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91388ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91388 અને નીચામાં રૂ.90221ના સ્તરને સ્પર્શી, રૂ.91599ના આગલા બંધ સામે રૂ.435 ઘટી રૂ.91164ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.451 ઘટી રૂ.91165ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.486 ઘટી રૂ.91125ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1550.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.3.05 ઘટી રૂ.838.2ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 50 પૈસા ઘટી રૂ.268.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 65 પૈસા વધી રૂ.253.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 30 પૈસા ઘટી રૂ.177.45ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1888.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6398ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6494 અને નીચામાં રૂ.6398ના મથાળે અથડાઈ, રૂ.6427ના આગલા બંધ સામે રૂ.6 ઘટી રૂ.6421ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6 ઘટી રૂ.6423ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.16.5 ઘટી રૂ.324ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.16.6 ઘટી રૂ.324ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.922ના ભાવે ખૂલી, રૂ.1.7 ઘટી રૂ.919.6ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.140 ઘટી રૂ.53150ના ભાવ થયા હતા.