લાઈફસ્ટાઇલ

સાધલીની એસ.સી.એ. પટેલ આર્ટસ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ, ૧૪ વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ

સાધલીની એસ.સી.એ. પટેલ આર્ટસ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ, ૧૪ વિદ્યાર્થીનીઓએ લીધો ભાગ
શ્રી કેળવણી મંડળ સાધલી સંચાલિત એસ.સી.એ. પટેલ આર્ટસ કોલેજ, સાધલીમાં મહેંદી સ્પર્ધા યોજાઈ વિજેતા ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
શિનોર તાલુકામાં સાધલી મુકામે આવેલી એસ. સી. એ. પટેલ આર્ટસ કોલેજ, સાધલીના C.W.D.C. વિભાગ દ્વારા આજરોજ તારીખ 24 ઓગસ્ટ ના રોજ કોલેજના સેમિનાર હોલમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કોલેજની 14 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. C.W.D.C. વિભાગના કન્વીનર ડૉ. આઈ. એ. આખલીએ વિભાગ અંતર્ગત થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે તેમજ સ્પર્ધાના નિયમો વિશે વાત કરી હતી. સ્પર્ધામાં પ્રથમ નંબરે માહેનુર મોહમ્મદ હનીફ નકુમ , બીજા નંબરે નરગીસબાનુ અબ્દુલભાઈ ખોખર અને ત્રીજા નંબરે નિધિબેન અશ્વિનભાઈ ચૌહાણ વિજેતા રહ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રો. કે.એલ.વાળા અને ડૉ.બી. કે. પટેલે સેવા આપી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા બનનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન તેમજ આભારવિધિ ડૉ.આઈ.એ.આખલીએ કરી હતી.બાળકો ની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ કોલેજ દ્વારા ભણતર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button