મહારાષ્ટ્રના પાલઘર ખાતે આદિવાસી રાષ્ટ્રીય વૈચારિક એકતા મહાસંમેલન યોજાયું

મહારાષ્ટ્રના પાલઘર ખાતે આદિવાસી રાષ્ટ્રીય વૈચારિક એકતા મહાસંમેલન યોજાયું
મહાસંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના કોકણા, કોકણી, કુકણા, કુનબી સમાજના આગેવાનો હાજર રહ્યા
ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલીના આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી જ્ઞાતિના આગેવાનો દ્વરા સંચાલિત આદિવાસી કુકણા સમાજ કોર કમિટી ગુજરાતના દ્વારા રાષ્ટ્રીય વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહર તાલુકા ખાતે યોજાઇ હતી .
રાષ્ટ્રીય એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જવાહર ખાતે સમાજના મહાનુભવો તેમજ સ્થાનિક ધારાસભ્યશ્રી હરીશચંદ્ર ભોયે અને જિલ્લા સભાપતિ શ્રીમતિ વિજયાબેન લાહરે સાથે ડાહયાભાઈ વાઢુનું સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું .
આ મહાસંમેલનમાં આદિવાસી કુકણા સમાજ કોર કમિટી ગુજરાતના આગેવાનો દ્વારા અલગ અલગ રાજયોના કોકણા, કોકણી, કુકણા, કુનબી જ્ઞાતિની રીત-રીવાજો, સંસ્કૃતિ, દેવી-દેવતા અને પરંપરાઓ થકી જન્મ, લગ્ન, મરણની વિધિનું સંરક્ષણ તથા સમાજના નવ-યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સમસ્યાનો ઉકેલ માટે માટે સંગઠિત થઈ દરેક રાજયોએ તેનું પાલન કરવાનું ઠરાવો કરવામાં આવ્યા હતા . આ સાથે ગત વર્ષના નાણાકીય બાબતો અને આગામી વર્ષનામાં ફંડ એકત્રીકરણના આયોજન સંદર્ભે નીતિગત નિર્ણયો કરી અમલીકરણ માટે સભ્યોને સૂચનો કરવામાં આવ્યા હતા .
આ ઉપરાંત મહાસંમેલનમાં ભવિષ્ય માટે સામાજીક, આર્થિક અને શૈક્ષણિક માટે, આવનાર નવયુવા પેઢી માટે, ફંડ એકત્રીકરણ માટે માટે સમાજના ધારાસભ્યોશ્રી પાસે ત્રણ લાખ રૂપિયા , કલાસ-૧ અધિકારીઓ પાસે ૫૦૦૦/- રૂપિયા, કલાસ-૨ વર્ગના અધિકારી પાસે ૨૦૦૦/- વર્ગ-૩ ના કર્મચારી પાસે ૧૦૦૦/- , સરપંચશ્રી પાસે ૨૦૦૦/- તેમજ કારોબારી પાસે ૨૦૦૦/- તેમજ સામાન્ય સમાજના યથાશકિત મુજબ ફંડ એકત્ર કરવા નકકી કરવામાં આવ્યું હતું .
આ મહાસંમેલનમાં ગુજરાતના કુકણા સાહિત્યકાર શ્રી ડાહયાભાઈ વાઢુ ધ્વારા કંસેરીકથા નાટક સ્વરૂપે દિલ્હી ઈન્ટરનેશનલ રંગ મહોત્સવમાં રજુ થયેલા ડાંગની મૌખિક વાર્તાઓનું નાટક સ્વરૂપે રજુ કરી સમાજની સંસ્કૃતિની ધરોહર રજૂ કરી હતી .
આ મહાસંમેલનમાં આદિવાસી કોકણા–કોકણી-કુકણા-કુનબી (ડાંગ) જાતિના વૈચારિક મહા સંમેલનમાં જયંતિભાઈ પવાર, ડાહયાભાઈ વાઢુ, ઈશ્વરભાઈ માળી સાહેબ, કાંતિભાઈ કુનબી, ડો. દિનેશભાઈ ખાંડવી, ગમજુભાઈ ચૌધરી, કાશીરામ બિરારી, ધનશારામ ભોયે, પંકજ પાલવે, અશોક ખાંડવી, ચેતન ચૌધરી, અનિલભાઈ ગાંવિત, સન્મુખભાઈ ગાંવિત અને ગણેશભાઈ ડી. ગાંવિત જેવા આગેવાનો હાજર રહયા હતા.